મોરબીના રાતવીરડા ગામ નજીકની સીરામીક ફેકટરીમાં વિકરાળ આગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-10-2021

(ajay kanjiya)મોરબીના સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હાલમાં ફાયરબ્રિગેડરો દ્વારા આગ ઉપર કાબુ મેળળવા અવિરત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે પણ વિકરાળ આગથી ફેકટરીમાં મસમોટું નુકસાન થયું હોવાના અંદાજ આવી રહ્યો છે.