આવી રહ્યો છે સૌથી સસ્તો 4G ફોન Jio Phone Next, લોન્ચ પહેલા સામે આવી મહત્વની જાણકારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-10-2021

જીયોએ અત્યાર સુધી JioPhone Next ની કિંમતોનો ખુલાસો કર્યો નથી. પરંતુ ઘણી અફવાઓમાં સામે આવ્યું છે કે JioPhone Next 3499 રૂપિયાથી ઓછી કિંમતમાં આવશે.

ભારતમાં જીયોના પ્રથમ સ્માર્ટફોનનું વેચાણ સપ્ટેમ્બરમાં શરૂ થવાનું હતું, પરંતુ મેન્યુફેક્ચરિંગમાં આવેલા વિલંબને કારણે જીયોએ તેનું લોન્ચિંગ ટાળી દીધું હતું. હવે દિવાળી પહેલા જીયો પોતાની પ્રથમ સેલની યજમાની કરવાનું છે. Google ના સહયોગથી ડિઝાઇન કરવામાં આવેલ JioPhone Next મુખ્ય રૂપથી એક બજેટ સ્માર્ટફોન છે, જે પ્રથમવાર સ્માર્ટફોન ખરીદનાર માટે અને ઓછી આવક ધરાવતા લોકો માટે એક શાનદાર ફોન સાબિત થશે. તે Google ના Android OS ના એક વિશેષ વર્ઝન પર ચાલે છે. આવો તમને જણાવીએ આ ફોન સાથે જોડાયેલી વિગત..

JioPhone Next ની કિંમત: જીયોએ અત્યાર સુધી JioPhone Next ની કિંમતોનો ખુલાસો કર્યો નથી. પરંતુ ઘણી અફવાઓમાં સામે આવ્યું છે કે JioPhone Next 3499 રૂપિયાથી ઓછી કિંમતમાં આવશે. તે ભારતમાં લોન્ચ થનાર સૌથી સસ્તો એન્ડ્રોયડ ફોનમાંથી એક હશે.