ફેસબુકે ક્રિએટર્સ માટે સ્પેશ્યલ “લાઈવ ઓડીઓ રૂમ” નું નવું ફીચર્સ લોન કર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-10-2021

આ વર્ષની શરૂઆતમાં, ફેસબુકે ઘણા નવા ઓડિયો-બેસ્ડ ફીચર્સ લોન્ચ કર્યા હતા અને હવે કંપનીએ તેના માટે એક ડેડિકેટેડ હબ રજૂ કર્યું છે. ફેસબુકના આ નવા ઓડિયો હબ સાથે, યુઝર્સને ફેસબુક મોબાઇલ એપ પર પોડકાસ્ટ, લાઈવ ઓડિયો રૂમ અને શોર્ટ ક્લિપ્સનો ક્વિક ઍક્સેસ મળશે. જણાવી દઈએ કે Facebookએ ક્રિયેટર્સ, પબ્લિક ફિગર્સ અને ગ્રુપ્સ માટે વૈશ્વિક સ્તરે ‘Live Audio Rooms’ લોન્ચ કર્યા છે.

જણાવી દઈએ કે Facebookએ જૂનમાં અમેરિકામાં Live Audio Rooms લોન્ચ કર્યા હતા. હવે તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, હવે તમામ વેરિફાઇડ પબ્લિક ફિગર્સ અને ક્રિયેટર્સ હવે Live Audio Rooms હોસ્ટ કરી શકે છે. તેની સીધી સ્પર્ધા Clubhouse અને Twitter Spaces સાથે થશે.

કંપનીએ એમ પણ જણાવ્યું કે તમામ ફેસબુક ગ્રુપ્સ ઓડિયો ચર્ચા કરી શકશે. યુઝર્સ તેમના પીસી પર પણ ઓડિયો વાર્તાલાપ પણ સાંભળી શકશે. જણાવી દઈએ કે Live Audio Rooms હાલમાં એન્ડ્રોઈડ અને ડેસ્કટોપ માટે ટેસ્ટિંગ ફેઝમાં છે. જ્યારે જૂનમાં તેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એ માટે iOS એપ માટે જ ઉપલબ્ધ હતા.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા કંપનીએ યુએસમાં iOS અને Android બંને માટે ઓડિયો હબ ફીચર બહાર પાડ્યું છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ યુએસ યુઝર્સ હવે આ ઑપ્શન જોઈ શકશે. ખરેખર, ઓડિયો હબ ફેસબુક વોચ વિભાગમાં દેખાય છે. આ સાથે, સોશિયલ મીડિયા કંપની Soundbits, Podcasts અને Live Audio Rooms જેવી ઓડિયો આધારિત સેવાઓ પર પણ કામ કરી રહી છે.

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગના જણાવ્યા મુજબ, Soundbits રીલ્સનું ઓડિયો વર્ઝન હશે. શોર્ટ ઓડિયો ક્લિપ્સ ફીચર હાલમાં યુ.એસ. માં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ફેસબુક પોડકાસ્ટ ડિસ્કવરી ટૂલ પણ વિકસાવી રહ્યું છે.