વાંકાનેર તાલુકામાં ૩ નવા ગ્રામ પંચાયત ઘર નિર્માણ પામશે

જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-10-2021

        જિલ્લા પંચાયત મોરબીની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી. જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અન્ય સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી તથા શાખાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંકાનેર તાલુકાના દેરાળા, કણકોટ, માટેલ ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટેના રૂ.૩૭,૦૦,૩૯૧/-ની ટેન્ડરની મંજુરી આપવામાં આવી તથા જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ)ની જોગવાઇ કરવામાં આવી હતી. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ની યાદીમાં જણાવાયું છે.