2-18 વર્ષના બાળકોને રસીની મંજૂરી, DCGI એ કોવેક્સિન રસીની આપી મંજૂરી, બાળકોને રસીના 2 ડોઝ આપવામાં આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-10-2021

બાળકોના રસીકરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કોવેકસીનની રસી 2 થી 18 વર્ષના બાળકો માટે ઉપયોગમાં લેવાની DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ખાસ જણાવી દઈએ એ ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને આ કોવેક્સિન રસી બનાવી છે. કે જે ભારતીય કોરોના રસી છે. કોવેક્સિન કોરોના સામે ક્લિક્નીકલ ટ્રાયલમાં લગભગ 78 % અસરકારક સાબિત થઈ છે.

ખાસ કોરોનની ત્રીજી લહેરની આશંકા છે અને જો આ ત્રીજી લહેર આવશે તો તેનો સૌથી વધુ ખતરો બાળકો પર રહેશે તેથી બાળકોને આ કોરોના થી બચાવવા માટે કોવેક્સિન આપવાનું અભ્યાન ભારતમાં શરુ કરયુ છે. પ[પરંતુ આ અભ્યાન ખોટું છે અને બાળકોને રસી આપવી જોઈએ નહીં એવી દલીલો સાથે ભારતના 101 ડોક્ટરોએ 7 મી ઓક્ટોમ્બરે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. અને બાળકોને રસી આપવાનું અભિયાન તાત્કાલિક બંધ કરવા માટે વિંનતી કરી છે.

ખાસ આ તબીબોનું કેહવું છેકે કોરોનનું સંક્રમણ એટલું હદે ફેલાઈ ગયું છે કે હવે દેશના તમામ બાળકોમાં કોરોના સામે ઇમ્યુનીટી આવી ગઈ છે. એટલે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક છે તેવું કહેવું અવૈજ્ઞાનિક છે .

અને એઇમ્સમાં ડાયરેક્ટર રણદીપ ગુલેરીયા અને પીડિયાટ્રિક એસોસીએશન પણ આ વાતને સમર્થન આપ્યું છે.

સવાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા પણ લોકસભામાં જણાવી ચુક્યા છે કેએવા કોઈ જ પુરાવા નથી મળ્યા કે કોરોના કે ડેલ્ટા વેરિઅન્ટ થી બાળકોને ખતરો છે. બાળકો માટેની રસી ને ઇમર્જન્સી મંજૂરી આપવામાં આવી છે. અને આ રસી ની બાળકો પર લાંબા ગાળે શું અસર થશે તેનું કોઈ જ સંશોધન થયું નથી માટે બાળકો માટે આવી રસી ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.

જેથી બાળકો માટે થઈ રહેલ જે રસીનું પરીક્ષણ બંધ કરવું અને બાળકો માટેની કોરોના રસીને જે ઇમર્જન્સી મંજૂરી આપવામાં આવી છે. તે રસી આપવાનું બંધ કરવું જોઈએ બાળકોની શાળા અને કોલેજો કોઈ પણ પ્રકારના વિલંબ વગર અને કોઈ પણ પ્રતિબંધ વગર તુરત જ ચાલુ થઈ તેવી ડોક્ટરોની માંગ છે.