ફેસબુક બાદ આજે ભારતમાં ટ્વીટર રહ્યુ ડાઉન, કાલે Gmail પણ કામ કરી રહ્યુ નહોતુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-10-2021

ફેસબુક અને ગૂગલ બાદ આજે Twitterની સર્વિસ પણ ભારતમાં ડાઉન થઈ ગઈ હતી. દેશમાં કેટલાક યુઝર્સ માટે બુધવારે ટ્વીટર કામ કરી રહ્યુ નહોતુ. યુઝર્સને લોગઈન કરવામાં અને ફીડ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી.

Downdetectorના અનુસાર ટ્વીટર બુધવારે સવારે ડાઉન રહ્યુ. આ સર્વિસ હાલ ઠીક થઈ ગઈ છે કેમ કે આને લઈને હવે કોઈ ફરિયાદ આવી રહી નથી.

ડાઉન ડિટેક્ટર અનુસાર બુધવારે સવારે 5 વાગે ટ્વીટર આઉટેઝનો શિકાર થઈ ગયો. આના થોડા કલાક બાદ કેટલાક વધુ લોકો માટે પણ આ સર્વિસ ડાઉન થઈ ગઈ. લગભગ 459 લોકોએ ટ્વીટર આઉટેજને સવારે 8 વાગે રિપોર્ટ કર્યો હતો.

જોકે, ગયા અઠવાડિયાની જેમ આ આઉટેજ ઘણો મોટો નહોતો. ગયા અઠવાડિયે થયેલા આઉટેજના કારણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ કેટલાક કલાક સુધી બંધ રહ્યુ હતુ. યુઝર્સ આ પ્લેટફોર્મ્સનો યુઝ કરી શક્યા નહોતા. આ આઉટેજ લગભગ 6 કલાક સુધી રહ્યો હતો.

ફેસબુકે આને લઈને બાદમાં જણાવ્યુ કે આ ઈન્ટરનલ હાર્ડવેર ઈશ્યૂ હતો. આના કારણે ગ્લોબલી સર્વિસ સૌ માટે ડાઉન થઈ ગઈ હતી. જે બાદ પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને લઈને કેટલાક આઉટેજ સેશન ભારતમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા પરંતુ આ ઘણા ઓછા સમયના આઉટેજ હતુ.

કાલે ભારતમાં કેટલાક યુઝર્સ માટે Gmail કામ કરી રહ્યુ નહોતુ. ગૂગલની આ ફ્રીમ ઈમેલ સર્વિસ દેશના કેટલાક ભાગોમાં કામ કરી રહી નહોતી. યુઝર્સ મેલ ના તો સેન્ડ કરી રહ્યા હતા ના જ રિસીવ.

Twitterએ અત્યારે યુઝર્સ માટે ગ્લોબલી સૉફ્ટ બ્લૉક ફીચરને જારી કરવાનુ શરૂ કરી દીધુ છે. આ ફીચર ફેસબુકના જેવુ જ છે. આનાથી આપ ટ્વીટર પર કોઈ ફોલોઅરને નોટિસ આપ્યા વિના હટાવી શકો છો. આનાથી આપને તેને બ્લોક કરવાની જરૂર નથી.