Samsung લૉન્ચ કરશે સૌથી સસ્તો 5G સ્માર્ટફોન! ચેક કરો કિંમત અને તમામ ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-10-2021

સેમસંગ (Samsung) 2022ની શરૂઆતમાં એક નવો 5G સ્માર્ટફોન ઉતારવાની તૈયારીમાં છે. મળતી જાણકારી મુજબ, આ ફોન મોંઘો નહીં હોય પરંતુ Samsung Galaxy A13 5G ફોન કંપનીનો સૌથી સસ્તો 5G ફોન હોઈ શકે છે. જોકે, કંપનીએ આ સ્માર્ટફોનની ઓફિશિયલ ડિઝાઇન કે સ્પેસિફિકેશન જાહેર નથી કર્યા. પરંતુ ટિપ્સ્ટરના માધ્યમથી તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફોનની કિંમત લગભગ 20-21 હજાર રૂપિયા હોઈ શકે છે.

ટિપ્સ્ટર Hemmerstofferએ Samsung Galaxy A13 5Gનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. સેમસંગના આ ફોનમાં વોટર ડ્રોપ નોચ ઇનફિનિટ-વી ડિસ્લેપે મળશે. ફોનમાં સિક્યુરિટી માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. હેન્ડસેટ પ્લાસ્ટીક ફ્રેમ અને પ્લાસ્ટિક રિયર પેનની સાથે આવશે. રિયર સાઇડમાં આપને ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જે વર્ટિકલી લાગેલો હશે. આ કેમેરા સેટઅપમાં આપને વાઇડ એન્ગલ લેન્સ પણ મળશે.

RAM અને સ્ટોરેજ કેટલા હશે?

Samsung આ ફોનમાં 4 GB RAM અને 64 GB સ્ટોરેજ આપી શકે છે. ડિવાઇસ પર આધારિત OneUlની સાથે આવશે. જોકે, તેમાં એન્ડ્રોઇડ 12નું અપડેટ પણ મળશે. હેન્ડસેટ ઓક્ટાકોર MediaTek Dimensity 700 પ્રોસેસરની સાથે આવી શકે છે.

 ડિવાઇસને પાવર આપવા માટે બેટરી આપવામાં આવી શકે છે, જે 25Wના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવશે. રિપોર્ટ્સનું માનીએ તો તેમાં USB Type-C 2.0 પોર્ટ મળશે. હેન્ડસેટ 8.9mm પહોળો હશે. કેમેરા ઓપ્ટક્સની વાત કરીએ તો તેમાં 50MPનો પ્રાઇમરી સેન્સર, 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MPનો ડેપ્થ સેન્સર મળશે. સિક્યુરિટી માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.

અમેરિકામાં કિંમત: આ 5G સ્માર્ટફોન વર્ષ 2022ની શરૂઆતમાં લૉન્ચ થઈ શકે છે. અમેરિકામાં તેની પ્રારંભિક કિંમત 290 ડૉલર (લગભગ 21 હજાર રૂપિયા) હોઈ શકે છે. ભારતીય બજારમાં આ ફોન તેનાથી ઓછી કિંમતમાં લૉન્ચ થઈ શકે છે. જોકે, કંપનીએ આ વિશે હાલ કોઈ જાણકારી નથી આપી.