જામનગરઃ શૌર્ય રાસ ગરબાની રમઝટ, સળગતા અંગારા પર ગરબા રમતા યુવાનો

9

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-10-2021

પ્રાચીન રાસમાં પહેવશ પણ ટ્રેડીશનલ રાખવામાં આવે છે. અને ગરબા ગાયને શૌર્ય રાસ રજુ કરવામાં આવે છે. આ માટે યુવાનો આશરે 1 માસ સખત મહેનત કરે છે. સખત મહેનતથી પ્રયાસ કરે છે કે રાસ રમતી વખતે કોઈ અકસ્માત ન થાય.

હાલમાં નવરાત્રીમાં અવાર્ચીન ગરબાઓના આયોજનો વધ્યા છે. તેની સામે આજે પણ પ્રાચીન ગરબા અને પરંપરા જાળવી રાખવાનો પ્રયાસો ચાલી રહ્યા છે. જામનગરમાં પ્રાચીનમાં અનોખા રાસ જોવા મળે છે. અનોખા રાસ જોવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં પટેલ ગરબી મંડળમાં પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે. છેલ્લા 7 દાયકાથી ચાલતા આ મંડળમાં અનેક રાસ અનોખા રજુ કરવામાં આવે છે. તાળી રાસ , દાંડીયા રાસ જેવા પ્રાચીન ગરબા તો હોય, સાથે તલવાર અને મશાલ રાસ અહીં રમવામાં આવે છે. તલવાર રાસમાં ખુલ્લી તલવારોથી યુવાનો એક તાલે રાસ રમે છે. સાથે સળગતી મશાલ સાથે મશાલ રાસ રમે છે. અને આગના અંગારા પર રાસ રમે છે.જેને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે.

પ્રાચીન ગરબા રાસમાં આશરે 100થી વધુ યુવાનો ઉત્સાહથી જોડાયા છે.પ્રાચીન રાસ ગરબામાં ખાસ તલવાર રાસ, અંગારા રાસ, મશાલ રાસ આકર્ષણનુ કેન્દ્ર રહે છે. યુવાનો સળગતી મશાલ સાથે રાસ રમે છે. જેમાં સાથિયા, બનાવે છે. તેમજ આગના કારણે કોઈ અકસ્માતના બને તેની કાળજી રાખે છે. તે સળગતી મશાલના અંગારાને ચોકમાં મુકી તે સળગતા અંગારા પર ખુલ્લા પગે યુવાનો રાસ રમે છે. જે જોતા સૌ કોઈ દંગ રહી જાય છે. અને તાલીઓ અને ચીચયારી સાથે લોકો યુવાનોના પ્રોત્સાહીત કરે છે.

પ્રાચીન રાસમાં પહેવશ પણ ટ્રેડીશનલ રાખવામાં આવે છે. અને ગરબા ગાયને શૌર્ય રાસ રજુ કરવામાં આવે છે. આ માટે યુવાનો આશરે 1 માસ સખત મહેનત કરે છે. સખત મહેનતથી પ્રયાસ કરે છે કે રાસ રમતી વખતે કોઈ અકસ્માત ન થાય. અને એક તાલે યુવાનો સાથે રમે છે. અને આગના અંગારા પર રાસ રમે છે. પ્રાચીન ગરબા તો અનેક સ્થળે જોવા મળતા હોય છે. પરંતુ આવા અનોખા રાસ જોવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અને તલવાર અને મશાલ રાસ જોઈને દંગ રહી જાય છે. ખાસ કરીને મશાલ રાસ દરમિયાન ખૈલેયાઓ સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે રાસ રમે છે. જે જોઈને લોકો દંગ રહી જાય છે.

આજના આધુનિક યુગમાં ગરબાનુ સ્થાન જયારે ડીસ્કોદાંડીયાએ લીધુ છે. ત્યારે જામનગરના આ યુવાનો પોતાની પરંપરા જાળવવા પ્રયાસ કર્યા છે. અને ફીલ્મી રાસોત્સવને ત્યજીને પ્રાચીન ગરબા રમવા મહેનત કરે છે.