કોણ કેટલું પ્રદુષણ ફેલાવી રહ્યા છો ? ગૂગલ આપશે માહિતી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-10-2021

રોજ બરોજ અવનવી ટેક્નિક વિકસતી જાય છે. ત્યારે હવે તમે કેટલું પ્રદુષણનો ફેલાવો કરી રહ્યા છો તે વિશે પણ તમને માહિતી મળી શકશે. જી હા ગૂગલ તમને એ વિશે જાણકારી આપશે.

ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પીચાઈએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ગુગલ એક એવું ફીચર લાવ્યું છે કે જેના દ્વારા ઓછું પ્રદુષણ ફેલાવતી ફ્લાઇટ અંગેની તમામ માહિતી આપવામાં આવશે. આ સિવાય ઓછા કાર્બનનું ઉતાપ્દન કરતી હોટેલ વિશે પણ માહિતી આપવામાં આવશે કે જેથી કરી કસ્ટમર અસરો વિકલ્પ પસંદ કરી શકે. હોટેલોએ પણ પ્રદુષણ અંગેનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે.

ઉપરાંત તમે ખરીદી કરી રહ્યા હોવ તો ત્યારે પણ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓના વિકલ્પ બતાવવા પડશે. કાર, બાઈક વગેરેમાં પણ હાઈબ્રીડ ઇલેક્ટ્રિક વાહનોના વિકલ્પ અને ચાર્જિંગ સ્ટેશન વિશેની માહિતી દર્શાવવી પડશે.