અમેરિકાના શકિત પ્રદર્શનથી ચીન રઘવાયું થયું-ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી દીધી!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-10-2021

હાલ સાઉથ ચાઈના સીમા અમેરીકી, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલીયન યુદ્ધ જહાજો કરી રહ્યા છે પેટ્રોલીંગ

અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલીયાઈ નૌસૈનિક સતત સાઉથ ચાઈના સીમા શકિત પ્રદર્શન કરી રહ્યા છે. તેને જોઈને ચીન રઘવાયું થયુ છે. એટલુ જ નહિં ત્રીજા વિશ્વ યુધ્ધની ધમકી દુનિયાને આપી દીધી છે.

ચીની સરકારી વાજુ ‘ગ્લોબલ ટાઈમ્સ’એ આ ચેતવણી એવા સમયે આપી છે જયારે અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલીયાનાં નૌસૈનિક યુદ્ધ જહાજ ચાયના સમુદ્રમાં પેટ્રોલીંગ કરી રહ્યા છે. ગ્લોબલ ટાઈમ્સ એ લખ્યુ હતું કે તાઈવાન અને અમેરિકાની મીલી ભગત દુસાહસ છે.આ કારણે કોઈ અન્ય રસ્તા માટે જગ્યા નથી બચી.

ગ્લોબલ ટાઈમ્સએ લખ્યુ છે. તે અમેરીકા સામે પુર્ણ યુદ્ધ માટે તૈયાર છે કે જે તાઈવાનની મદદ કરી રહ્યું છે. તેણે તાઈવાનને પણ ચેતવણી આપી છે તે આગ સાથે રમી રહ્યું છે. દરમ્યાન તાઈવાનનાં રાષ્ટ્રપતિએ હુંકાર કર્યો છે. અમારી લોકશાહી અને જીવનને આંચ આવી તો અમે રક્ષા માટે ગમે તે પગલુ ભરી શકીએ છીએ.