જામનગરમાં રિલાયન્સ દ્વારા ગુજરાતમાં બાળકોની પ્રથમ કૉવિડ હોસ્પિટલ શરૂ કરાઈ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-10-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) કોરોના કાળમાં બીજી લહેર વખતે બાળકો પણ કોરોનાની ચપેટમાં આવતા પરિવાર મોટી આફતમાં મુકાયો હતો. નાની ઉંમરના બાળકો માટે અલગ કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવતા મોટી તકલીફ ઊભી થઈ હતી. બાળકને કોરોના થતાં પરિવાર આમ તેમ લઈ બેડ માટે ફાંફાં મારી રહ્યો હતો પણ હવે આ બધાથી છુટકારો મળી જશે. કારણ કે ગુજરાતમાં પ્રથમ વખત બાળકો માટેની કોવિડ હોસ્પિટલની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી છે.

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં શરુ: ગુજરાતમાં બાળકોને હવે કોરોનાની સારવાર માટે આમ તેમ ભટકવું નહીં પડે, જામગનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્રારા પિડીયાટ્રિક હોસ્પિટલ શરુકરવામાં આવી છે જેનું ઈ ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું, ઉદ્ઘાટન પ્રસંગે તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર હતા.ગુજરાતમાં પ્રથમ બાળકો માટેની કોવિડ હોસ્પિટલને ગુરુ ગોવિંદસિંહ પિડીયાટ્રિક હોસ્પિટલ નામ આપવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં શું સુવિધાઓ હશે?: જામગનગરમાં રિલાયન્સ ના સહયોગથી ઊભી થયેલી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં 230 બેડ સુવિધા રાખવામાં આવી છે. જેમાં 30 આઇસીયુ અને 10 નીયો આઇસીયુ રૂમ શરૂ કરાયા છે. પિડીયાટ્રિક હોસ્પિટલમાં તમામ પ્રકારના અત્યાધુનિક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત બાળકો સિવાય જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1000 બેડની સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી જેનું કામ કાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.