શું જામનગર જિલ્લાના જોડીયામાં તાલિબાની શાશન ચાલી રહ્યું છે?

નિરાધાર મહિલાનો મરણમૂડી સમાન પ્લોટ પચાવી પાડવા હોમગાર્ડ જવાન (ટ્રક ડ્રાઈવર)નો કારસો પહેલા ટ્રક ખડકી દઈ પ્લોટ પર દબાણ કર્યું હવે વાડ તોડી પ્લોટમાં પ્રવેશવા ન દેવા ધમકી આપી 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.4-09-2021

જામનગર જિલ્લાના જોડિયા ગામ આજકાલ કાયદા કાનૂન જાણે કઈ બલાનું નામ હોય તેમ લુખ્ખા તત્વો બેખોફ બની રહ્યા છે જોડિયા પોલીસને પોતાના ખિસ્સમાં રાખીને ફરતા હોય તેમ પોતે હોમગાર્ડનો કર્મચારી જે સાથે ટ્રક ડ્રાઈવર પણ છે આ શખ્સ પોતાના પડોસમાં આવેલ એક મહિલાનો મરણમૂડી સમાન પ્લોટ પચાવી પાડવા યેન કેન પ્રકારે કાવતરા ઘડી રહ્યો છે. પહેલા મહિલાને આજીજી કરી પ્લોટ પર પોતાનું વાહન પાર્ક કરવા વિનંતી કરી, બાદમાં આ શખ્શે પોતાનો ખટારો ખડકી દીધો અને પ્લોટ પર કબ્જો જમાવી લીધો હતો. જયારે આ ખટારો દૂર કરવાનું કહેતા તે રીતસર ધમકી પર ઉતરી આવી તારે જ્યાં જવું હોય ત્યાં જા પ્લોટ ખાલી નહિ થાય તેવી લૂખી ધમકી આપી પ્લોટ પર બળજબરીથી કબ્જો કરી લીધો હતો. બાદમાં બ્રાહ્મણ શેરી પરામાં રહેતી આ મહિલાએ પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરી હતી જેની તમામ વિગત મીડિયામાં આવતા જામનગરના તે સમયના ડી.વાય.એસ.પી. દોડી આવ્યા હતા અને આ ખટારા ચાલક (હોમ ગાર્ડ) ને તાત્કાલિક પોતાનો ખટારો હટાવી લેવા હુકમ કરતા ધ્રૂજતો ધ્રૂજતો હવે દબાણ નહિ કરું તેવી ખાતરી આપી પ્લોટ ખાલી કર્યો હતો. બાદમાં થોડો સમય વીતી જતા ફરી આ શખ્સે (હોમગાર્ડ) હોવાના નાતે જોડિયા પોલીસને પોતાના ખિસ્સામાં સમજી ફરી એકવાર હરામખોરી પર ઉતરી આવ્યો છે. પ્લોટની વાડ તોડી નાખી છે. અને મહિલા દ્વારા પ્લોટની સફાઈ કરવા મોકલેલ લોકોને પ્લોટમાં પ્રવેશવા ન દઈ ધમકી આપી રહ્યો છે. જેની ફરિયાદ મહિલા દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ શખ્સ મંદિરના નામથી પોતાના પરિવાર માટે બદ ઈરાદાથી મહિલાનો પ્લોટ પચાવી પાડવા માંગતો હોઈ મહિલાને શાંતિથી જીવવા નહીં દેવાની ધમકી આપી નિરાધાર મહિલા પર દબાણ કરી રહ્યો છે. ત્યારે જોડિયામાં જાણે તાલિબાની શાશન ચાલી રહ્યું હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે.  નિરાધાર મહિલાનો પ્લોટ યેન કેન પ્રકારે પડાવી લેવા ભુરાયો બન્યો છે. આ મહિલાએ હવે ધાક ધમકી આપતા આ શખ્સનો કાયમી ઉકેલ લાવવા પોલીસ વિભાગમાં તેમજ અન્ય લગત વિભાગ જેમ કે મહિલા આયોગ, વિજિલન્સ અને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.