જામનગર : પાણાખાણ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામમાં લોટ-પાણી ને લાકડા

અનેક રહેવાસીઓના આડેધડ ઓટલા તોડી પડ્યા, ગોકળ ગતિએ ચાલતા ગટરના કામથી રહેવાસીઓ પરેશાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-09-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગર શહેરના પાણાખાણ વિસ્તારમાં કેટલાક સમયથી ભૂગર્ભ ગટરનું ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન અનેક રહેવાસીઓના, વેપારીઓના ઓટલા તોડી પાડ્યા છે, અધૂરામાં પૂરું કામ પણ સમયસર પૂરું ન કરી અધૂરું છોડી દીધું હોઈ તેમ હજુ સુધી કામ પૂર્ણ કરેલ નથી. જે વેપારીઓના ઓટલા તોડી નાખ્યા છે તેઓ વરસાદી માહોલમાં, ઉભરાતી ગટરની દુર્ગંધથી નરકમાં આવ્યા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. અહીંના વેપારીઓ અને રહેવાસીઓ ગટરનું કામ જલ્દી પૂરું થાય અને જેઓના ઓટલા તોડી પડ્યા છે તેમને રીપેર કરી આપવા માંગ કરી રહ્યા છે. જોકે કોન્ટ્રાક્ટર લોકોની રજૂઆતને ધ્યાને ન લેતા હોઈ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા રહેવાસીઓએ ચક્રો ગતિમાન કરી રહ્યા છે.