પીએસઆઈની પરિક્ષામાં નાપાસ થયેલા પોલીસ પુત્રનો હોટલ આર.આર.માં ગળાફાંસો ખાઈ આપઘાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-08-2021

(હિતેન સોની દ્વારા) મોરબી ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનો શોધતા હતા મોટરસાયકલ બસસ્ટેન્ડ પાસેની હોટલના પાર્કિંગમાંથી મળ્યા બાદ તપાસ કરતા રૂમમાં ગળાફાંસો ખાધેલી લાશ મળી

મોરબીના નિવૃત એસ.આર.પી મેનના આશાસ્પદ પુત્રએ રાજકોટની આર.આર.હોટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.પીએસઆઈની પરિક્ષામાં તે આગાઉ નાપાસ થયો હતો આપઘાત અંગે આ કારણ કે પછી પારિવારિક પ્રશ્ર્ને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મોરબીથી રાજકોટ ભૂતખાના ચોકમાં આવેલી હોટલ આર.આર.ના રૂમમાં ઘરકંકાસ કારણે પગલું ભરી લીધું હતું ભક્તિનગર પોલીસે કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં રહેતા એસઆરપીના નિવૃત એ.સે.આઈ મુળજીભાઈ ચૌહાણના પુત્ર હર્ષદ ચૌહાણ બપોરના સમયે મોરબીથી નીકળી રાજકોટ આવી ભૂતખાના ચોક સ્થિત હોટલ આર.આર.માં રોકાયો હતા અને બાદમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘરકંકાસને કારણે ઘરેથી નીકળી ગયા હોવાથી ઘરના સભ્યો મૃતક યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન યુવકનું મોટરસાઇકલ ભૂતખાના ચોક ખાતે દેખાતા હોટલમાં સંપર્ક અને તપાસ કરી હતી.તપાસ કરતાં યુવક હોટલ રૂમ નંબર 207માં હોવાનું માલૂમ થતાં રૂમ ખખડાવવા છતાં ખોલવામાં ન આવતાં રૂમની ગેલરીમાંથી પ્રવેશ કરી જોતા યુવક પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ ખારવા, તુષારભાઇ સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાન સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર હર્ષદ બે બહેન અને બે ભાઇમાં નાનો અને કુંવારો હતો. તેના ભાઇને મોબાઇલની દૂકાન છે. પિતા મુળજીભાઇ ચૌહાણ નિવૃત એએસઆઇ છે. હર્ષદ પોતે પીએસઆઇની તૈયારી કરતો હતો. અગાઉ એક વખત નાપાસ થયો હોઇ ત્યારથી મનથી હિમ્મત હારી ગયો હતો.