મોરબી જિલ્લાના પુરવઠા ખાડે ગયેલા વહીવટના કારણે રેશનકાર્ડ ધારકોમાં રોષ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-06-2021

ગુજરાત સરકાર ગરીબોને સસ્તુ અનાજ મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પણ અધીકારીઓની અણઆવડત અને બેદરકારીને લીધે અનાજનો જથ્થો ખરા જરૂરીયાતમંદો સુધી પહોંચી શકતો નથી તેમજ ઘણી વખત સમયસર અનાજનો જથ્થો મળતો નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે. મોરબી શહેરના સ્સતા અનાજની દુકાનોના દુકાનધારકો સમયસર દુકાનો ખોલતાં નથી એવી પણ ફરિયાદો ગ્રાહકો તરફથી મળી રહી છે.

ગ્રાહકોને બીલ આપતા નથી.અનેક દુકાનો ચાર્જમાં ચાલે છે તો ઘણી દુકાનો પેટામાં ચાલે છે..! વસ્તી પ્રમાણે નવી દુકાનો ખોલવામાં આવતી નથી જેના કારણે લોકોએ 8 થી 10 કિલોમીટર દૂર વસ્તુઓ લેવા જવું પડે છે એવી ફરિયાદ મળતી હોવા છતા નવી દુકાનો તંત્ર દ્વારા ખોલવામાં આવતી નથી.

છેલ્લા એક વર્ષમાં કોઇપણ અધિકારીએ સસ્તા અનાજની દુકાને જઇને સરપ્રાઇઝ ચેકીંગ કરી હોય અને જવાબદારો સામે પગલાં લીધા હોય તેવું જણાતું નથી અને જો કોઇ કાર્યવાહી કરી હોય તો તેની કોઈ ગેરરીતી હોય તો સમયસર કેસ ચલાવવામાં પણ આવતો નથી. સામાન્ય દંડ કરીને કેસ પૂર્ણ કરી દેવામાં આવતો હોય છે જેથી કરીને સસ્તા અનાજના દુકાનદારોમાં ભય રહેતો નથી અને તેઓ બેફામ બનીને લોકોને હેરાન કરતા હોય તેવું ધ્યાને આવેલ છે.લાગતા વળગતા દુકાનદારો પાસે ઘણા રેશનકાર્ડ હોય છે જ્યારે સામાન્ય દુકાનદાર પાસે ફક્ત 200-300 રેશનકાર્ડ જ હોય છે અને તેના લીધે તેમને પુરતુ વળતર મળતુ નથી તેવી ફરિયાદો મળી રહી છે.આ વિસ્તારની પ્રજા હેરાન થઈને તોબા પોકારી ગયેલ છે તેથી અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાકાર પી.પી.જોષી દ્વારા ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવામાં આવશે અને જવાબદારો સામે પગલા લેવામાં આવે તે માટે પણ તેઓ ઉચ્ચ અધીકારીઓ અને પુરવઠા વિભાગના પદાધીકારીઓને રજૂઆતો કરશે તેમ પી.પી.જોષીએ યાદીમાં જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો