રૂપાણી સરકારે એક ઝાટકે 79 અધિકારીઓની કરી નાંખી બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-06-2021

રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતાં તેમ જ બીજી બાજુ ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે જિલ્લા લેવલે અધિકારીઓની બદલી અને બઢતીની જાણે મોસમ આવી છે.

આજે ફરી એક વખત જિલ્લા લેવલે મોટા પાયે GAS કેડરના કુલ 79 ક્લાસ 1 અધિકારીઓની બદલી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના જ ડઝનથી વધુ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. આ સાથે મોટા પાયે બદલી કરાતા રાજ્યમાં ચર્ચાનો માહોલ વધી ગયો છે. મહત્વનું છે કે હાલમાં જ થોડા દિવસો પહેલાં રાજ્યમાં જિલ્લા લેવલે કલેક્ટર અને DDOની બદલી કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર હાલમાં અધિકારીઓના રિશફલિંગ મોડમાં જણાઈ રહી છે. ત્યારે જાણો આજે જાહેર કરાયેલ 77 GAS કેડરના અધિકારીઓની ક્યાં ક્યાં બદલી કરાઈ

સરદાર સરોવર પુનર્વસાત એજન્સીના ડેપ્યુટી કમિશનર BS પટેલની બદલી હવે ખેડા-નડિયાદના રેસિડેન્ટ એડિશનલ કલેકટર તરીકે કરવામાં આવી છે.રાજકોટના રેસિડેન્ટ એડિશનલ કલેકટર PB પંડ્યાની અમદાવાદના  રેસિડેન્ટ એડિશનલ કલેકટર પદે બદલી કરવામાં આવી છે

 DRDA વડોદરાના ડાયરેક્ટર BB ચૌધરીની ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કૉર્પોરેશન લિમિટેડ ગાંધીનગરમાં જનરલ મેનેજર પદે બદલી

અમદાવાદના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી.વી લિમ્બાચિયાને ગીર-સોમનાથના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે મૂકાયા. અહીં જે.એસ પ્રજાપતિની જગ્યાએ મૂકાયા છે જ્યાં અગાઉ એસ. જે ખાચર વધારાનો ચાર્જ સંભાળી રહ્યાં હતાં

ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં રજિસ્ટ્રાર JN ઝારુની ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનમાં મેમ્બર સેક્રેટરી પદે બદલી કરવામાં આવી છે

અમદાવાદના રેસિડેન્ટ એડિશનલ કલરેક્ટર HM વોરાની ગાંધીનગરમાં OSD તરીકે ટ્રાન્સપોર્ટ કમિશનમાં બદલી

JV દેસાઇની આણંદના DRDA ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, તેઓ અમદાવાદમાં ડેપ્યુટી ફૂડ કન્ટ્રોલર પદે હતા

ગાંધીનગર મેરિટાઈમ બોર્ડમાં સ્પેશ્યલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર R.D સિંહને ગાંધીનગરમાં H.M જાડેજાની જગ્યાએ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે મૂકાયા. ઉલ્લેખનીય છે કે આર.ડી સિંહ ગાંધીનગરના SP મયૂર ચાવડાના પત્ની છે.

GSRTCના જનરલ મેનેજર I.R વાળાને અમદાવાદથી બદલી કરાઈને મહેસાણાના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે મૂકાયા છે.

બીજી બાજુ રાજકોટના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર P.B પંડ્યાને અમદાવાદમાં RAC તરીકે ખસેડાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો