વાંકાનેરના વઘાસિયા ગામે પરિણીતાને મરવા મજબુર કરનાર સાસરિયા સામે ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરના વઘાસિયા ગામે પરિણીતાએ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના માતાએ પરિણીતાના સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં સાસરિયાએ કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નંદુબા ભાવસંગજી જાડેજા (ઉ.વ.૪૮, રહે. મંગરા, તા.મુન્દ્રા, જી.ભુજ-કચ્છ) એ આરોપીઓ યોગીરાજસિંહ સબળસિંહ ઝાલા, ઇન્દ્રાબા સબળસિંહ ઝાલા (રહે.વધાસીયા, તા-વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીની દિકરી પ્રીયાબા (ઉ.વ.૨૪)ને તેના દિયર યોગીરાજસિંહ સબળસિંહ ઝાલા તથા સાસુ ઇન્દ્રાબા સબળસિંહ ઝાલાએ ‘તું કરીયાવરમાં કાંઇ લાવેલ નથી અને તારા મા-બાપે તને કરીયાવરમાં કાંઇ આપેલ નથી’ તેમ કહી કરીયાવારની માંગણી કરી તે બાબતે મેણા-ટોણા બોલી દુ:ખ ત્રાસ આપતા પ્રીયાબાથી આ દુખ ત્રાસ સહન નહી થતા ગત તા.૧૭ ના રોજ રાત્રીના સાડા નવ-દસ વાગ્યાના સુમારે પોતાની જાતે એસીડ પી જતા બેભાન હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો