મોરબી: એ-ડીવી. પોલીસ મારામારીના કેસમાં આરોપી સામે હળવી કલમો લગાડી આરોપીને બચાવતા હોવાની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

મોરબી શહેરમાં લાતી પ્લોટ શેરી ન. 1 માં આવેલ શિવ હાઇડ્રોલિક નામના કારખાને કામ કરતા દિલીપભાઈ મોતીભાઈ નકુમ દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે તેઓ બધા કારખાને કામ કરતા  હતા તે દરમિયાન તેઓના  કારખાને એક્ટિવા ઉભું રાખી ધોકા અને તીક્ષ્ણ હથિયાર અને તલવાર સાથે કારખાનામાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી તેઓ કઈ સમજે તે પહેલા ધોકાવારી કરવા લાગી પગના ભાગે ફેક્ચર કરી મૂંઢ માર મારેલ હતો. આરોપીઓએ ફરિયાદીના ભાઈ જયેશભાઇને પણ માર મારી અજાણ્યા શખ્સો અપહરણના ઇરાદે એક્ટિવામાં ઉપાડી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરશો તો તમારો ભાઈ જીવતો નહિ આવે તેવી ધમકી આપી ઉઠાવી ગયા હતા. બાદમાં  લીપભાઈએ મોરબીની એ ડિવિઝન  પોલીસ સ્ટેશને ફરીયાદ કરી હતી. દરમિયાન પોલીસ દ્વારા તેમના ભાઈને શોધી પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા બાદમાં પોલીસ દ્વારા આરોપીઓને બચવાનો પ્રયાસ થતો હોય તેમ આરોપી તુલસી હસમુખ સંખેસરીયા, અભય હસમુખ સંખેસરીયા તથા અજાણ્યા શખ્સો સામે એફ.આઈ.આર. માં 365 ની કલમ લગાડેલ નથી. ફરિયાદીના ભાઈને માથાના ભાગે તલવારના ઘા ઝીકી માર મારેલ હોય તેમ જણાવેલ હોય તેમના ભાઈના લોહીવાળા કપડાં બદલાવી આરોપી એક સંપ કરી અગાઉથી ટોળકી રચી ગુન્હો કરેલ હોય તેમ છતાં આપી.પી.સી. કલમ 120 બી, તથા પુરાવા નાશ કરવા સબબ 201 તથા માથાના ભાગે ઇજા કરેલ હોય તેની કલમ 326 લગાડેલ ન હોય અરજદાર દિલીપભાઈ મોતીભાઈ નકુમ દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત અરજી આપી મોરબી એ-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓને બચાવવા હળવી કલમો લગાડતા હોવાની ફરિયાદ કરી ઉપરોક્ત તમામ કલમો ઉમેરી આરોપી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધીક્ષકને લેખિત અરજીમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ધોળે દિવસે ખુલ્લેઆમ અપહરણ કરી જતા હોય ત્યારે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ મોરબીમાં ગુન્હેગારો ખુલ્લેઆમ અત્યાચાર કરી પોલીસને ખુલી ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે લોકોની  સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થાય છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો