મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા 1500 જેટલા રોપાઓનું કરાયું વિતરણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

મોરબીના શનાળા રોડ રામચોક પાસે મયુર નેચર કલબ, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને મોરબી, ઇન્ડિયન લાયન્સ કબલ સહિતની સંસ્થાઓ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રોપા લેવા લોકો ઉમટી પડ્યા હતા અને ત્રણ કલાકમાં સીતાફળ, જામફળ, દાડમ, જાંબુ, આંબલી, સેતુર, આસોપાલવ, આમળા, લીમડો, કરંજ, વાયાવરણો સહિતના 1500 જેટલા વૃક્ષોના રોપા લોકો લઈ ગયા હતા આ રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના ફોરેસ્ટર અનિલભાઈ એરવાડિયા, મયુર નેચર કલબના એમ.જી.મારુતિ, જીતુભાઈ ઠક્કર, અજયભાઈ અનડકટ, પુષ્કરભાઈ, લવજીભાઈ બારેજીયા, ઇન્ડિયા લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, હર્ષદભાઈ ગામી, ઘનશ્યામભાઈ આધારા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો