મોરબી જિલ્લામાં કોરોના કાળમાં 53687 લોકો માસ્ક વગર પોલીસની ઝપટે ચડ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

મોરબી જિલ્લામાં તો કોરોના કાળ દરમ્યાન અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા 53687 લોકો પોલીસની ઝ્પટે ચડી ગયા છે અને 3.69 કરોડ રૂપિયાનો દંડ મોરબીના લોકોએ પોલીસની તિજોરીમાં જમા કરાવ્યો છે.

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતો સાથે એક પછી એક ધંધાને શરૂ કરવા માટેની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી રહી છે ત્યારે લોકો પોતાની અને અન્ય લોકોની સલામતી રાખવાના બદલે બેદરકારી રાખે છે જેથી કરીને આવા લોકોને દંડ કરવામાં આવે છે છેલ્લે કોર્ટ દ્વારા માસ્ક ન પહેરનારા પાસેથી 1000 નો દંડ લેવા માટે કહેવામા આવ્યું હતું જેથી કરીને હાલમાં પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા પાસેથી 1000 દંડ લેવામાં આવે છે જો કે, કોરોના કાળમાં મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા જાહેર સ્થળો પર, વાહન ચલાવતી વખતે, ઓફિસ કે ભીડવાળી જગ્યામાં માસ્ક પહેરવાનું છે તો પણ માસ્ક વગર બહાર નીકળ્યા હોય તેવા 53687 લોકો પાસેથી પોલીસ દ્વારા 3.69 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે અને આજ સુધીમાં પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂનો ભંગ, પેસેન્જર વાહનોમાં વધુ લોકો બેસાડવા, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ વિગેરેના કુલ મળીને 3128 લોકોની સામે ગુના નોંધવામાં આવેલ છે આટલું જ નહીં પોલીસ દ્વારા કોરોના કાળમાં અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ આપવામાં આવી છે તેમજ ચાલીને જતા મજૂરોને આશરો અને બાળકોને ફૂડ પેકેટ તેમજ પાણી આપવાની કામગીરી કરી હતી અને જિલ્લામાં લોક ભાગીદારીથી 40573 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો