કેન્દ્ર સરકારનું મોટું પગલું, હવે રાજ્યમાં આ કેન્દ્રો પરથી પણ સરળતાથી મળશે ડ્રાઈવિંગ લાઈસન્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વાહન ચલાવવું એ મોટર વ્હીકલ એક્ટ મૂજબ ફોજદારી ગુનો બને છે. વધુમાં વધુ વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે.

દેશમાં વાહનોની સંખ્યા સાથે વાહનચાલકો પણ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. હવે આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે RTO કચેરી, ITI ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે.

જનસુવિધા કેન્દ્રો પરથી મળશે DL:  ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે હવે વાહનચાલકોએ RTO કચેરી કે ITI ના ધક્કા નહિ ખાવા પડે.કેમકે જલ્દી જ શહેરના જનસુવિધા કેન્દ્રો (Jansuvidha Kendra) પરથી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving License) મળશે. નાગરીકોને જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) ના ફોર્મ ભરવાથી માંડીને અન્ય તમામ સુવિધાઓ આપવા માટે કેન્દ્ર સરકારે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા માટે કેન્દ્રના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે એક ગેઝેટ બહાર પાડી દીધું છે. મંત્રાલયે 24 જૂનના રોજ બહાર પડેલા આ ગેઝેટ દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સની પ્રક્રિયા માટે જનસુવોધા કેન્દ્રોને માન્યતા આપવામાં આવી છે.

હવે આગળનું કામ રાજ્ય સરકારોનું છે.જનસુવિધા કેન્દ્રો (Jansuvidha Kendra)પરથી નાગરીકોને ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા માટે રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સરકારને અનુરૂપ એક એક ગેઝેટ લાવવું પડશે. ત્યારબાદ જ રાજ્યોના વિવિધ શહેરોમાં નાગરીકોને સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) મળશે.

હાલ 60 થી 90 દિવસોનું વેઇટીંગ: રાજ્યમાં નાગરીકો સરળતાથી અને ઝડપી રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકે એ માટે રાજ્ય સરકારે RTO કચેરી ઉપરાંત ITI માંથી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાનો વધુ એક વિકલ્પ નાગરીકોને આપ્યો હતો. પણ હાલમાં ITI ઇન્સ્ટીટયુટમાં પણ એવી જ હાલત છે કે ડ્રાઈવિંગ લાઈસન્સમાં હાલ 60 થી 90 દિવસોનું વેઇટીંગ ચાલી રહ્યું છે. જેના કારણે નાગરીકો પરેશાન થઇ રહ્યા છે. હવે આ સ્થિતિનો જલ્દી જ નિવેડો આવશે જયારે જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થશે.

ઓનલાઈન પણ મેળવી શકાય છે ડ્રાઈવિંગ લાઈસન્સ: દેશના ઘણા રાજ્યોમાં ઓનલાઈન ડ્રાઈવિંગ લાઇસન્સ બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરવી એ તમને જણાવી દઈએ.

સૌ પ્રથમ પરિવહન મંત્રાલયની વેબસાઇટ Priivahan.Gov.in પર જાઓ. > વેબસાઈટ પરની રાજ્યોની સૂચિમાંથી તમારું રાજ્ય પસંદ કરો.,  ત્યાર બાદ લર્નિંગ લાઇસન્સ માટેનો વિકલ્પ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે > ત્યાં એક ફોર્મ ભરવાનું રહેશે. ફોરેમ ભર્યા બાદ આઈડી પ્રૂફ, ઉંમરનું પ્રમાણ પત્ર, એડ્રેસ પ્રૂફ, વય પ્રમાણપત્ર, સરનામાંનો પુરાવો એટેચ કરો. > બાદમાં લેટેસ્ટ ફોટો અને ડિજિટલ સહી અપલોડ કરો. > આ પ્રક્રિયા બાદ તમારે તમારી પરીક્ષણ ડ્રાઇવની તારીખનો વિકલ્પ સિલેક્ટ કરવો પડશે.

નોંધનીય બાબત એ છે કે લાઇસન્સ બનાવવા માટે તમારે મતદાર ઓળખકાર્ડ, તમારું વીજ બિલ, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ પણ સાથે રાખવું પડશે. દેશભરમાં ફી ઓનલાઈન જમા કરાવવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ જોગવાઈ નહોતી. જે હવે શરુ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો