વાંકાનેર શહેરમાંથી સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર: શહેરમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને એક શખ્સને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વાંકાનેર પંથકમાં રહેતા પરિવાર સગીરવયની દીકરીને આરોપી વિશાલ ભુપતભાઈ કોળી રહે- વાંકાનેર મિલ પ્લોટ ડબલચાલી વાળો લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો.
જેમની ફરિયાદ સગીરાની માતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો