સાંસદ પૂનમબેન માડમના હસ્તે વોર્ડ નં. ૩ માં કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો આરંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-06-2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ર૧-જૂન વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાને વધુ સઘન બનાવવા દરેક નાગરિકને નિઃશુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૃપ રાજયકક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દ્વારા અને જામનગરમાં વિવિધ વોર્ડમાં મહાનુભાવો દ્વારા આ મહાવેક્સિનેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નં. ૩ ના વિકાસગૃહ કેન્દ્રમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ આરંભ કરવામાં આવ્યો હતો.

આ તકે સાંસદશ્રીએ કહ્યું હતું કે, રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજય સરકાર પ્રધાનમંત્રીના સૌને રસી, મફત રસીના આહ્વાનને સાર્થક કરી રહી છે. સરકાર દેશના દરેક નાગરિકના નિઃશુલ્ક રસીકરણ માટે કટિબદ્ધ છે.

સમગ્ર દેશમાં હાલ ગુજરાત રાજ્ય વેક્સિનેશન અભિયાનમાં અગ્રીમ રહી ર કરોડ ર૦ લાખ નાગરિકોને વેક્સિન આપવામાં સફળ રહ્યું છે, જ્યારે જામનગર જિલ્લો તો રસીકરણમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રીમ રહ્યો છે, તો જામનગરનો એકપણ નાગરિક વેક્સિન વિના ન રહે તે માટે આજથી આ મહાઅભિયાનો આરંભ થયો છે. આ માટે ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી પણ કામગીરી કરાઈ રહી છે. કોરોના સામે લડવા વેક્સિન જ અમોધશસ્ત્ર છે. કોરોનાની રસી લેવા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૃ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકો સ્થળ પર જઈને સીધા રસી લઈ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો