IT રિટર્નની મુદત 15 જુલાઇ સુધી વધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-06-2021

ઇનકમ ટેક્સ વિભાગે કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ 2020-21 માટે આઈટી રિટર્ન ભરવાની ડેડલાઇન આગળ વધારી દીધી છે. તેનાથી ન માત્ર વ્યક્તિગત કરદાતાને રાહત મળશે પરંતુ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપારીઓ ઉપરથી કંપ્લાયન્સનો ભાર પણ ઓછો થશે. ઇનકમ ટેક્સ નિયમ પ્રમાણે વ્યક્તિગત કરદાતા જે માર્ચ 31 ના સમાપ્ત થયેલા પાછલા નાણાકીય વર્ષ (2020-21) માટે આઇટીઆર-1 કે આઇટીઆર-4 ભરે છે, તેણે 31 જુલાઈ સુધી ભરી દેવાનું હોય છે. કંપનીઓ અને ફર્મ જેના એકાઉન્ટનું ઓડિટ જરૂરી હોય છે, તેના માટે આ ડેડલાઇન 31 ઓક્ટોબર હોય છે. પરંતુ કરદાતાની સુવિધાને ધ્યાનમાં રાખતા તારીખ આગળ વધારી દેવામાં આવી છે. વ્યક્તિગત કરદાતા હવે નાણાકીય વર્ષ 2020-2021 નું આવકવેરા રિટર્ન 31 જુલાઈની જગ્યાએ 30 સપ્ટેમ્બર સુધી ભરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસે કંપનીઓ માટે રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન 31

ઓક્ટોબરથી વધારી 30 નવેમ્બર 2021 કરી દીધી છે. કોઈ ટેક્સપેયર જેણે પોતાનું રિટર્ન ડેડલાઇન બાદ પણ નથી ભર્યું તે બીલેટેડ આઇટીઆર ફાઇલ કરી શકે છે, પરંતુ તે માટે પેનલ્ટી ભરવી પડશે. બીલેટેડ આઇટીઆર ઓર રિવાઝ્ડ આઇટીઆર ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે.

એક સર્કુલર પ્રમાણે ઈઇઉઝ એ એમ્પલોયર તરફથી કર્મચારીને અપાતા ફોર્મ 16 આપવાની ડેડલાઇન પણ વધારી 15 જુલાઈ કરી દીધી છે. આ પહેલા છેલ્લી તારીખ 15 જૂન હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો