હવે સરકારી કચેરીમાં 10 મીનીટ મોડા આવનારની રજા ગણી લેવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-06-2021

રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓને પોતપોતાની કચેરીમાં નિયમિત હાજર રહેવાનું કડક સુચના આપવામાં આવી છે એટલું જ નહીં નિયમનું પાલન નહીં કરનાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ સંકેત નાણામંત્રાલય દ્વારા કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકારની અલગ-અલગ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની સંખ્યા 50 ટકા કરી દેવામાં આવી હતી એટલું જ નહીં નવા અને જૂના સચિવાલય ના પ્રત્યેક વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓની હાજરી માટે ઇલેક્ટ્રોનિક કાર્ડ સ્વાઇપ કરવામાંથી 30 જુન 2009 સુધી મુક્તિ અપાય છે ત્યારે રાજ્ય સરકારના નાણાં વિભાગે તાજેતરમાં કરેલી રીવ્યુ બેઠકમાં એવું ધ્યાને આવ્યું હતું

કે સરકારના તમામ વિભાગના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ઓફિસમાં નિયત સમયે આવતા નથી તેવું ધ્યાને આવતા રાજ્યના નાણામંત્રાલએ લાલ આંખ કરી છે અને તમામ અધિકારી તેમજ કર્મચારીઓને નિયમનું પાલન કરવા માટે કડક સૂચના આપતો આદેશ કરવામાં આવ્યો છે આ આદેશમાં સ્પષ્ટ સૂચના આપી છે કે સચિવાલયમાં ફરજ બજાવતા અલગ-અલગ વિભાગોના કર્મચારીઓ એ હવેથી સવારે 10:30 થી સાંજે 6:10 સુધી નિયમિત ફરજ ઉપર હાજર રહેવું પડશે એટલું જ નહીં કોઈપણ સંપર્ક ના કર્મચારી કે અધિકારી આ નિયમનું પાલન નહીં કરે અને એક મહિનામાં બે વખત નિયત સમયે ના દસ મિનિટ પછી એટલે

કે સવારે 10:40 બાદ પોતાની કચેરીમાં આવશે અને સાંજે 6:10 પહેલા કચેરી છોડીને જશે તો એવા કર્મચારીઓની અડધા દિવસની રજા ઉધારી દેવામાં આવશે તેવી સ્પષ્ટ સુચના આપી છે એટલું જ નહીં નાણામંત્રાલયના આદેશની અવગણના કરીને કોઇપણ કર્મચારી કે અધિકારી વારંવાર કચેરીમાં મોડું આવવું અથવા વહેલા નીકળી જવાની કુટેવ ધરાવતા નજરે ચડશે તો આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર શિક્ષાત્મક કાર્યવાહી કરશે તેવા સ્પષ્ટ આદેશ નાણાં વિભાગે કર્યા છે તો બીજી તરફ સરકારના આ આ દેશનું કડક પાલન કરાવવાની જવાબદારી જે તે વિભાગના વડાઓ ને સોંપવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો