ધો.10 અને ધો.12ની પરીક્ષાના પરિણામો 31મી જુલાઇ સુધીમાં જાહેર કરવા સુપ્રિમનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-06-2021

દેશમાં કોરોના સંક્રમણના કારણે ધો.10 અને 12 સહિતની મહત્વની બોર્ડની પરીક્ષાઓ રદ કરવી પડી છે અને હવે મુલ્યાંકનના આધારે પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તે વચ્ચે સર્વોચ્ચ અદાલતે આજે સીબીએસઇ અને આઇસીએસઇની સાથો સાથ તમામ રાજયોને પણ 31 જુલાઇ સુધીમાં તેમના ધો.10 અને 12ના પરિણામો જાહેર કરી દેવા આદેશ આપ્યો છે.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવીલકરની ખંડપીઠે તેની સમક્ષ આવેલી ધો.12ની પરીક્ષા અંગે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ધો.12ની પરીક્ષા જુલાઇ માસમાં યોજવા અંગે કરાયેલી જાહેરાત સામે આ અરજી થઇ હતી. તે સમયે સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાજય સરકાર પાસે તેની સ્પષ્ટ યોજનાઓ હોવી જોઇએ તે વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી શકે નહી. જો કે આંધ્ર સરકારે કહ્યું કે તે પરીક્ષા યોજવા માંગે છે અને તેના માટે વ્યવસ્થા કરશે.

તે વચ્ચે સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે બે રાજયો પરીક્ષા લે અથવા મુલ્યાંકન પઘ્ધતિ અપનાવે. તમામે એક જ 31મી જુલાઇ સુધીમાં ધો.10 અને ધો.12ના પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવાના રહેશે અને તેમાં કોઇપણ જાતના નવી મર્યાદા અપાશે નહી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો