મોરબી: નેશનલ સર્વિસ સ્કીમ અંતર્ગત એવોર્ડ મેળવવાની સુર્વણ તક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-06-2021

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા  નેશનલ સર્વિસ સ્ક્રિમ અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા ૧૯૯૨-૯૩થી  નેશનલ સર્વિસ સ્ક્રિમ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં યુનિવર્સિટી/+૨ કાઉન્સીલ, નેશનલ સર્વિસ સ્ક્રિમ એકમો તથા તેમના પ્રોગ્રામ અધિકારીઓ અને  નેશનલ સર્વિસ સ્ક્રિમ સ્વયંસેવકોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ના એવોર્ડ માટે મોરબી જિલ્લામાંથી ઇચ્છુક ઉમેદવારોએ તા:૨૮/૦૬/૨૦૨૧ સોમવારે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં પોતાની અરજી (નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઇ-મેઈલ આઈ ડી વિગતો સાથે) પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ અને જરૂરી આધાર પુરાવા સાથેની PDF ફાઇલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના email id: [email protected]  પર  મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો