શું તમારો સ્માર્ટફોન વધારે ગરમ થાય છે? અપનાવો આ 5 સરળ પદ્ધતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-06-2021

આપણે જાણીએ છીએ કે ફોન વધુ પડતો ગરમ થાય તો તેને લીધે, ફોનની બેટરી બ્લાસ્ટ પણ થઈ શકે છે. આવી અનેક ઘટનાઓ બની છે, જેમાં ફોનમાં બ્લાસ્ટ થયો હોય.આજના સમયમાં આપણે બધા સ્માર્ટફોન વગર જીવી ન શકીએ. કોલ કરવા, મેઇલ કરવા, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે કે ડિજિટલ પેમેન્ટ કરવા સ્માર્ટફોન આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત સ્માર્ટફોનનો ઉપયોગ એટલો થઈ જાય છે કે ફોન વધારે ગરમ (Overheating) થવા લાગે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં. આ કારણે ફોન બંધ થવો, બેટરી ડ્રેઇન વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો આ પ્રકારની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકીશું.

આપણે જાણીએ છીએ કે ફોન વધુ પડતો ગરમ થાય તો તેને લીધે, ફોનની બેટરી બ્લાસ્ટ પણ થઈ શકે છે. આવી અનેક ઘટનાઓ બની છે, જેમાં ફોનમાં બ્લાસ્ટ થયો હોય. આ સ્થિતિમાં કેટલીક પદ્ધતિઓ અપનાવવાની જરૂર છે જેથી ફોનને વધુ પડતાં ગરમ થવાથી બચાવી શકાય. તો ચાલો જાણીએ આ પદ્ધતિઓ વિશે.

ફોનને સીધા સૂર્ય પ્રકાશથી દૂર રાખો: ફોનને સીધો સૂર્ય પ્રકાશ આવે તે રીતે ક્યારેય ન રાખો. જો આમ રાખવામાં આવશે તો ફોન વધારે ગરમ થાય છે અમે ફોન અચાનક બંધ પણ થઈ શકે છે. આ ઉપરાંત તે ફોનની બેટરી પર ખરાબ અસર કરી શકે છે.

Brightness વધારે ન રાખો:  ઘણા લોકોને ફોનની Brightness વધારે રાખી કામ કરવાની ટેવ હોય છે, જે યોગ્ય નથી. જો તમે ફોનની Brightness વધારે રાખો છો, તો ફોનની બેટરી અને પ્રોસેસરને વધુ કામ કરવું પડે છે. તેનાથી ફોન પણ વધારે ગરમ થાય છે.

બેકગ્રાઉંડ એપ્લિકેશનો બંધ કરો: જો તમે કોઈ એપ્લિકેશન પર કામ નથી કરી રહ્યાં, તો તમને ભલામણ છે કે તે એપ્લિકેશનને બંધ કરો. કારણ કે જો તમે આમ નહીં કરો તો આ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં કાર્ય કરવાનું ચાલુ રાખશે અને ફોન ગરમ થશે.

ફોન વધારે ગરમ થાય તો બેક કવર કાઢી નાખો: હંમેશાં ફોનમાં કવર લગાવી રાખવાથી ઘણી વાર ફોન ગરમ થવાનું શરૂ કરે છે. જો આવું ક્યારેય થાય છે, તો પછી ફોન કવરને થોડા સમય માટે કાઢી નાખો. તેનાથી ફોન ઝડપથી ઠંડો થઈ નોર્મલ થઈ જાય છે.

બેટરી ચેક કરો: ઘણી વખત ફોનની ખરાબ બેટરીને કારણે ફોન ઓવર હિટીંગ થવા લાગે છે. જો તમને કોઈ કારણ વગર જ ફોન વધુ ગરમ થવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો પછી સર્વિસ સેંટર પર જઈ તમારા ફોનની બેટરી ખરાબ છે કે કેમ તે ચેક કરાવો. કારણ કે જો બેટરી ખરાબ હશે તો તેમાં બ્લાસ્ટ થવાની શક્યતા પણ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો