Bhim App ની મદદથી ATM થી નિકાળી શકાય છે રોકડ , જાણો આ સંપૂર્ણ રીત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-06-2021

ભીમ એપ પર એક વિશેષ સુવિધા આવી છે. જેની મદદથી તમારે એટીએમ કાર્ડ(ATM)રાખવાની પણ જરૂર રહેશે નહીં. તમે ભીમ એપ(Bhim App)થી ક્યૂઆર કોડ સ્કેન કરીને એટીએમ(ATM)માંથી પૈસા ઉપાડી શકો છો.

દેશ ઝડપથી ડિઝીટલ થઈ રહ્યો છે. તેમજ દેશમાં બેન્કિંગ સિસ્ટમ પણ ઝડપથી બદલાઈ રહી છે. ભીમ એપ(Bhim App)લોન્ચ થયા પછી લોકોએ રોકડ રાખવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. હવે તમે મોબાઇલથી જ નાના અને મોટા પેમેન્ટ કરી શકો છો. ત્યારે હવે ભીમ એપ પર એક વિશેષ સુવિધા આવી છે. જેની મદદથી તમારે એટીએમ કાર્ડ(ATM)રાખવાની પણ જરૂર રહેશે નહીં.

તમે ભીમ એપ(Bhim App)થી ક્યૂઆર કોડ સ્કેન કરીને એટીએમ(ATM)માંથી પૈસા ઉપાડી શકો છો.

એટીએમ(ATM)માંથી પૈસા ઉપાડવાની આખી પ્રક્રિયા ભીમ એપ(Bhim App)ના ટ્વિટર હેન્ડલ પર સમજાવવામાં આવી છે. તમે એટીએમ કાર્ડ રાખ્યા વગર સામાન્ય પ્રક્રિયાની મદદથી બેંક એકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે ઉપાડી શકે છે તે સમજાવે છે. અમે તમને આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં જઇ રહ્યા છીએ .

એટીએમ પર ભીમ એપ(Bhim App)નો ઉપયોગ કેવી રીતે કરવો

  1. ATM માંથી રોકડ ઉપાડવા માટે, તમારા મોબાઈલમાં ભીમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોવી જરૂરી છે/ તેમજ યુપીઆઈ ચુકવણી માટે સક્ષમ હોવી જોઈએ.
  2. એટીએમની મુલાકાત લઈને, તમારે વિવિધ વિકલ્પોમાંથી યુપીઆઈ રોકડ ઉપાડનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  3. એટીએમની સ્ક્રીન પર ક્યૂઆર કોડ જોવા મળશે
  4. તમારે તમારી BHIM એપ્લિકેશન પર સ્કેન વિકલ્પ પસંદ કરવો પડશે
  5. તમારે તમારા મોબાઇલમાંથી એટીએમ મશીન પર રહેલો કોડ સ્કેન કરવો પડશે.
  6. તેની બાદ તમારે ફોનમાં આવેલી વિગતોની ચકાસણી કરવી પડશે.
  7. વિગતો ચકાસી લીધા બાદ તમારે વેરીફાઈ બટન પર ટેપ કરવું પડશે.
  8. આ પછી તમારે અંતિમ ચુકવણી માટે આગળ વધવાના બટન(Proced)પર ક્લિક કરવું પડશે.
  9. આગળ વધવા માટે તમારે તમારો યુપીઆઈ પિન દાખલ કરવો પડશે.
  10. તમને એક સંદેશ મળશે કે પૈસા ડેબિટ થયા છે.
  11. હવે તમારે એટીએમ મશીનમાં (Continue)બટન પર ક્લિક કરવું પડશે.
  12. તમે એટીએમ મશીનથી તમારા પૈસા ક્લેક્ટ કરી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો