ગુજરાતમાં સ્કૂલો શરૂ કરવા વિચારણા

રૂપાણી-કેબિનેટની બેઠકમાં થઈ ગંભીર ચર્ચા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હળવી પડતા રાજ્યમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. કોરોનાના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકાર હકારાત્મક મૂડમાં છે. જો કોરોનાની અસર ઘટશે તો સરકાર ઓગસ્ટના અંતમાં શાળાઓ શરૂ કરે તેવી સંભાવના છે.

આગામી બે માસમાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા છે. ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે કેબિનેટમાં ગંભીર ચર્ચા કરવામાં આવી. ઓફ લાઈન શાળા શરૂકરવા આગામી સમયમાં એસઓપી નક્કી કરવામાં આવશે. એસઓપી આધિન શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવું આયોજન કરવામાં આવશે.

સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

તો સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, કોરોના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકાર હકારાત્મક મૂડમાં છે અને આગામી 2 મહિનામાં જ શાળા કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય લેવાઈ છે. તો આજની બેઠકમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને ગાઈડલાઈન પણ તૈયાર કરાશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો