24 જૂને લોન્ચ થઇ શકે છે Relianceનો સસ્તો Jio 5G ફોન, અહીં જાણો કિંમત અને ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર હોઈ શકે છે, જે ક્વાલકોમનો સૌથી સસ્તો 5G ચિપસેટ છે

24 જૂને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) ની વાર્ષિક સામાન્ય સભા યોજાશે. ત્યારે રિલાયન્સ તેની AGM 2021માં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતોની સાથે તેના ઘણા ઉત્પાદનોનું લોન્ચિંગ કરી શકે છે. Cnbctv18માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ રિલાયન્સ AGMમાં પોતાનો રિલાયન્સ જિયો 5G ફોન લોન્ચ કરી શકે છે. આ સાથે જ ઇવેન્ટમાં બજેટ Jio Book Laptop અને JioBook જેવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ થઈ શકે છે.રિલાયન્સે ગત AGMમાં ​​જાહેરાત કરી હતી કે તે ગૂગલની મદદથી ભારતમાં સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કરશે અને હવે ગૂગલ અને જિયોની મદદથી ભારતમાં પોસાય તેવા 5G ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફોનમાં કસ્ટમ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે અથવા તે એન્ડ્રોઇડ વન સાથે આવી શકે છે, જે એન્ટ્રી લેવલ સ્માર્ટફોન માટે છે.

ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર હોઈ શકે છે, જે ક્વાલકોમનો સૌથી સસ્તો 5G ચિપસેટ છે. આ ઉપરાંત અફવાઓનું માનીએ તો જિયોના સસ્તા 5G ફોનમાં 2.4 ઇંચની TFT ડિસ્પ્લે આપવામાં આવશે, જે 320X240 રિઝોલ્યુશન સાથે આવશે. ફોન 512MB RAM અને 4GB સ્ટોરેજ સાથે આવશે. સાથે જ આ ફોનમાં 2 મેગાપિક્સલનો રીઅર કેમેરો અને 2000mAh બેટરી છે.

જોકે, કંપનીએ હજી સુધી ફોન અંગે કોઈ પુષ્ટિ કરી નથી. આશા છે કે 5G ફોન એ એન્ટ્રી લેવલ ફોન હશે, નહીં કે ફિચર ફોન. રિપોર્ટ અનુસાર, ફોનમાં વધારાના ફીચર્સ હોવાની સંભાવના તો નથી, પરંતુ ફોન કથિત રૂપે ફેસબુક, યુટ્યુબ અને વોટ્સએપ જેવી એપ્સને સપોર્ટ કરશે.

કિંમત કેટલી હશે?:  જિયોના ફોનની કિંમત હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિશ્લેષકોનો અંદાજ છે કે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 2500ની નીચે હોઈ શકે છે. સાથે જ અનુમાન લગાવાયું છે કે ફોન 2,500-5,000 રૂપિયામાં મળી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો