ફેસબુકે લૉન્ચ કર્યા ક્લબહાઉસ જેવા ફીચર્સ, મળશે લાઈવ ઓડિયો રૂમ અને પોડકાસ્ટ

સોશિયલ મીડિયા કંપની ફેસબુકે તેના પ્લેટફોર્મ પર ક્લબહાઉસ જેવા લાઇવ ઓડિયો રૂમ અને પોડકાસ્ટ શરૂ કર્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

સોશિયલ મીડિયા કંપની ફેસબુક (Facebook)એ તેના પ્લેટફોર્મ પર Clubhouse જેવા લાઇવ ઓડિયો રૂમ (Facebook Audio Rooms) અને પોડકાસ્ટ (FB Podcast) શરૂ કર્યા છે. ક્લબહાઉસ (Clubhouse)ને એક ઈન્વાઇટવાળી લાઇવ ઓડિયો એપ્લિકેશનથી ગત એક વર્ષમાં મોટી સફળતા મળી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)પણ આ એપ પર દેખાઈ ચુક્યા છે. ફેસબુકનું કહેવું છે કે તે તેના પ્લેટફોર્મ પર ઓડિયોને વધુ સારું માધ્યમ બનાવવા માંગે છે. અગાઉ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) અને મેસેજિંગ પ્લેટફોર્મ ડિસ્કોર્ડે તેમના લાઇવ ઓડિયો સેગમેન્ટ્સ શરૂ કર્યા છે. માઇક્રોસોફ્ટ (Microsoft)ની માલિકીની લિંક્ડઇન (LinkedIn) અને રેડ્ડિટ પણ ટૂંક સમયમાં આવી પ્રોડકટ લોન્ચ કરી શકે છે.

સ્પીકર્સ 50 શ્રોતાઓની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી: અમેરિકામાં લોકપ્રિય હસ્તીઓ અને કેટલાક ફેસબુક ગ્રુપ iOSનો ઉપયોગ કરીને લાઇવ ઓડિયો રૂમ બનાવી શકશે. જેમાં 50 જેટલા સ્પીકર્સ હશે અને શ્રોતાઓની સંખ્યા પર કોઈ પાબંદી નહીં રહે. ફેસબુકે કહ્યું કે, યુઝર્સ એવા લોકોને પણ બોલાવવા માટે આમંત્રિત કરી શકશે, જેમની પાસે વેરિફાઇડ બેઝ નથી. યુ.એસ. શ્રોતાઓ માટે ફેસબુક પર સિલેક્ટેડ પોડકાસ્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતમાં પણ ક્લબહાઉસના યુઝર્સ છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી વ્યૂહરચનાના નિષ્ણાંત પ્રશાંત કિશોરનું ક્લબહાઉસ સેશન ચર્ચામાં આવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો