મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં પેવર બ્લોક પાથરવા સામાજિક કાર્યકરોની માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-06-2021

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં ખાડા ખબળા થઈ ગયા છે જેના લીધે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નહેરુ ગેઇટ ચોકમાં પેવર બ્લોક પાથરી લોકોની પીડાને દૂર કરવામાં આવે તેવી માંગ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.

મોરબીમાં પાલિકા દ્વારા અગાઉ દરબાગઢ તથા ગ્રીનચોકમાં પેવર બ્લોક નાખવાના આવેલ છે જો કે, નહેરુ ગેઇટની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવે છે અને બહારથી આવતા લોકો નહેરૂ ગેઇટ જોવા માટે આવતા હોય છે ત્યારે ત્યાં પણ પેવર બ્લોક પાથરવામાં આવે તેવી જનતા અને વેપારીઓની માંગણી છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, જનકભાઈ રાજા, અશોક ખરસરીયા સહિતનાએ આ મુદે રજુઆત કરીને નહેરૂગેઇટ ચોક છે કે જે વર્ષોથી મોરબીનું નઝરાણુ છે તે નહેરૂ ગેઇટ ચોકના ખાડા ખબળા દૂર કરવાની માંગ કરી છે.

દરવર્ષે ચોમાસામા ખાડ ખબડામાં વરસાદી પાણી ભરવાથી રાહદારીઓને હેરાન થવું પડે છે આ બાબતે અગાઉ પણ અરજી કરી હતી જો કે, અફસોસ કે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી જો કે, હવે પાલિકામાં વિપક્ષ છે જ નહિ ત્યારે શાસકો દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે પેવાર બ્લોક નાખવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો