જો મોરબી જીલ્લાના સેવાભાવી તબીબો સમક્ષ મુદે પ્રશ્નો ઉકેલાતા નથી. 25 અચોક્કસ મુદતની હડતાલ પાડવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-06-2021

ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે અગાઉ સરકારની સાથે મિટિંગો કરવામાં આવી છે જો કે, હજુ સુધીમાં ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસો. દ્વારા કરવામાં આવેલ માંગણીઓને ધ્યાને લેવામાં આવેલ નથી જેથી કરીને આગમી 25મી તારીખથી રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાળ કરવાની છે ત્યારે મોરબી જિલ્લાના ઇન સર્વિસ તબીબોએ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરી છે અને જો પ્રશ્નો નહિ ઉકેલાઈ તો 25થી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે.

ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસો. દ્વારા સરકારમાં વારંવાર ન્યાય બાબતે વ્યાજબી રજૂઆત કરવામાં આવી છે છતાં પ્રશ્ન ઉકેલાયા નથી જેથી ઇન સર્વિસ ડોકટરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ઇન સર્વિસ ફરજ બજાવતા તબીબોએ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરી છે અને આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, મેં માસમાં ઇન સર્વિસ તબીબોએ તા. 18-05 થી તા. 31 05 દરમિયાન અગ્રસચિવ, આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને ઉકેલ માટે બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણયની અમલવારી હજુ કરવામાં આવી નથી જેથી કોરોના મહામારીમાં સરાહનીય કામગીરી કરી હોવા છતાં અન્યાય કરવામાં આવે છે તેવો ઘાટ સર્જાયો છે જેથી વ્યાજબી પ્રશ્નો અને માંગણીઓને ઉકેલવામાં આવે તેવી વધુ એક વખત માંગ કરી છે અને જો તેને ધ્યાને નહીં લેવામાં આવે તો ઇન સર્વિસ તબીબો તા. 25 જુનથી અચોક્કસ મુદતની હડતાલ પર જશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો