માસ્કનો દંડ રૂા.1000થી ઘટાડી રૂા.500 કરવા HCમાં રજૂઆત

કોરોના ટાઢો પડતાં રાજ્ય સરકાર દંડ ઘટાડવા તૈયાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-06-2021

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતાં અને દાખલ દર્દીઓની સંખ્યા પણ ઘટી જતા હવે લોકોને માસ્કના દંડમાં રાહત આપવા સરકારે પ્રયાસો શરૂ કર્યા છે અને હાઈકોર્ટના હુકમથી માસ્ક નહીં પહેરવા બદલ રૂા.1000 દંડ છે તે ઘટાડી રૂા.500 કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચના અન્વયે રાજ્ય સરકાર આજે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિ પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના

હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરી છે. હાઈકોર્ટ મંજૂરી આપે તો તાકિદની અસરથી માસ્ક નહીં પહેરવાનો દંડ રૂા.1000થી ઘટાડી રૂા.500 કરવામાં આવનાર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો