સૌરાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06-2021

આજે 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે રાજકોટ. મોરબી, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શરીર, મન અને આત્માનું સંતુલન સાધી સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરતી ભારતની યોગ પધ્ધતીને વિશ્ર્વએ અપનાવી આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખી છે. આમ તો સમતાભાવ એ જ યોગ. કોઈપણ સ્થિતિમાં મન સ્થિર રહે, મન શાંત હોય તો તન સ્વસ્થ રહે એવો એનો અર્થ વિસ્તાર કહી શકાય. અને, મનદુુરસ્તી સહ તંદુરસ્તીનો એક સબળ-સક્ષમ માર્ગ એટલે યોગ. છેલ્લા થોડા વર્ષોથી યુવા પેઢી પણ ભારતના આ પ્રાચીન સ્વાસ્થ્ય પથ તરફ ઢળી છે, અને કોરોના કાળમાં તો હવે પ્રત્યક્ષ વર્ગોની છૂટ મળી એ પહેલાંથી જ ઓનલાઈન યોગા કલાસીસ પણ સંખ્યાબંધ ચાલી રહ્યા છે, જેના સહિત સૌરાષ્ટ્રના હજારો લોકો રોગ પ્રતિકારક શકિત વધારવા માટે યોગાભિમૂખ બન્યા છે.

પ્રખર યોગશાસ્ત્રીઓના નિદર્શન સાથે વર્ષોથી ચલાવાતા નિ:શુલ્ક યોગાભ્યાસ વર્ગોએ અનેક લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળ્યા છે. વર્ષ ર015 થી આતંર રાષ્ટ્રીય યોગદિન મનાવાતો થયો એ પછી ધીમે-ધીમે પયોગા કલાસીસથ વધતા ગયા, જે ચાલીસ-પચાસ તો હતા જ એવામાં કોરોના કહેર ચાલુ થયો એ સાથે જ લોકોને ઈમ્યુનિટીનું મહત્વ સમજાયું અને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે પ્રાકૃતિક ખાન-પાન સાથે યોગની મહત્તા પણ પુન: સ્થાપિત થઈ. ત્યારે અનેક સ્થળોએ યુવાઓ, વૃધ્ધ, બાળકો સહિતનાઓ યોગાભ્યાસ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો