મોરબી: લખધીરપુર રોડ પર ઘનશ્યામ ચેમ્બર્સ સામે લોકો દ્વારા ‘ઓક્સિજન વન’ વૃક્ષોનું વન બનાવ્યું

રફ જમીનને સમતલ કરી 51 વૃક્ષોનું “ઓક્સિજન વન” બનાવી દીધું

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા.21-06-2021

(Exclusive Story) 21 જૂન વિશ્વ યોગ દિવસે લોકો યોગ પ્રત્યે જાગૃત થયા છે. અને હેલ્થ પર વિશેષ કરીને ધ્યાન આપી રહ્યા છે. ત્યારે સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ ઓક્સિજન પણ એટલો જ જરૂરી છે. જેથી લોકો મોટા પ્રમાણમાં વૃક્ષો વાવી રહ્યા છે. ત્યારે આજે મોરબીના લખધીરપૂર રોડ પર આવેલ ઘનશ્યામ ચેમ્બર સામે આવેલ સાર્વજનિક જગ્યાનું લેવલીંગ કરી નવી માટી ભરીને 51 વૃક્ષો વાવી “ઓક્સિજન વન” નામ આપી ઓક્સિજન વનનું નિર્માણ અહીંના આજુબાજુના વેપારીઓ, કારખાનાના માલિકો, દુકાનદારો પાણીના ટાંકાના સંચાલકો પાણી પૂરું પડી સહુના સહિયારા પ્રયાસથી આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો