રાજકોટના 76 સહિત સૌરાષ્ટ્રના 240 ડોકટરો સામે ફરિયાદના આદેશ

કોરોનાકાળમાં ફરજ ઉપર હાજર નહી થતા આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા લેવાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06-2021

કોરોનાની બીજીલહેરમાં બોન્ડેડ તજજ્ઞ ડોકટરોને તેમના પસંદગીની જગ્યાએ ફરજ બજાવવાના હુકમો કરવામાં આવ્યા બાદ પણ બીડ ડોકટરો હાજર નહી થતા આરોગ્ય વિભાગ આકરા પાણીએ થયું છે. રાજકોટના 76 સહિત સૌરાષ્ટ્રના 240 બોન્ડેડ ડોકટર સામે મહાપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારીને પોલીસ ફરીયાદ નોંધાવાની સુચના આપવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરમાં ડોકટરોની મ તાતી જરૂયાત ઉભી થતા આરોગ્ય વિભાગે બોન્ડેડ ડોકટરોને તેમના પસંદગીના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં નિમણુંક આપવામાં આવી હતી આમ 2 છતા ડોકટરો હાજર થયા ન હતા અને જિલ્લાના સતાવાળાઓ દ્વારા બોન્ડેડ ડોકટરોને અવારનવાર હાજર થવા તાકિદ કરવામાં આવી હતી છતાં પણ હાજર થયા ન હતા.

તેમાં રાજકોટના સૌથી વધુ 76, જુનાગઢના 59 સહિત સૌરાષ્ટ્રના 240 ડોકટરોનો સમાવેશ થાય છે આ ડોકટરોમાં અમુક તબીબોએ ખાનગી હોસ્પિટલમાં પણ સેવા આપી હોવાનું જાણવા મળ્યું છે.

બોન્ડેડ ડોકટરો મેડીકલ કોલેજમાં તદ્દન નજીવી ફીથી ભણે છે આથી આવી વિકટ પરીસ્થિતિમાં ફ2જ બજાવવાને બદલે જવાબદારીમાંથી છટકી જતા સૌરાષ્ટ્રના 240 સહિત રાજયના 799 તજજ્ઞ ડોકટરો સામે એપેડેમીક ડીસીઝ એકટની જોગવાઈ મુજબ સોમવાર સુધીમાં આઈપીસી કલમ નં.188 મુજબ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ડોકટરોના નામ,સરનામાં સાથેની યાદી જિલ્લઓને આપવામાં આવી છે. આમ છતા જો મહાપાલિકાના આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી એક દિવસમાં ફરીયાદ નહી નોંધાવે તો તેની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો