Yamaha Fascino 125 Fi Hybrid સ્કૂટર લોન્ચ થયું ,જાણો એડવાન્સ ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

Yamaha India Motor પોતાની બ્રાન્ડ ડાયરેક્શન ધ કોલ ઓફ ધ બ્લૂ હેઠળ પોતાની Yamaha Fascino 125 Fi Hybrid સ્કુટરને ભારતમાં લોન્ચ કરી દીધું છે, કંપનીએ તેને ડિસ્ક અને ડ્રમ બ્રેક બંને વર્ઝનમાં લોન્ચ કર્યું છે. તેમાં ઘણા અપડેટ્સ કરવામાં આવ્યા છે. Yamaha Fascino 125 Fi Hybridમાં BS6 એર કુલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્ટેડ 125 cc બ્લૂ કોર એન્જિન આપવામાં આવ્યું છે.

તેનું એન્જિન 6500 rpm પર 8.2 PSનો મેક્સિમમ પાવર અને 5000 rpm પર 10.3Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કુટરના સ્ટાન્ડર્ડ ફીચરમાં નવા Yamaha Fascino 125 Fi Hybridમાં એક સ્માર્ટ મોટર જનરેટર સિસ્ટમ આપવામાં આવી છે, જે નવી હાઈબ્રિડ સિસ્ટમને અપનાવે છે. તેમાં SMG બંધ ગાડીને શરૂ કરતી વખતે ઈલેક્ટ્રીક મોટરની જેમ કામ કરે છે. જેમાં બે લોકોના બેસવા પર અથવા પહાડો પર ચઢાણ વાળી સ્થિતિમાં સ્ટાર્ટ-આઉટના સમયે અટકવાને કારણે થનારી અસુરક્ષા ઓછી થઈ જાય છે.

આ સ્કુટર ચાલુ કરવાના 3 સેકન્ડ પછી અથવા થ્રોટલ કટ બેક પછી અથવા એન્જિનનું આરએમપી નક્કી સીમાથી ઉપર જવા પછી પાવર આસિસ્ટ ફંક્શન અટકી જાય છે. ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં એક ઈન્ડિકેટર લાઈટથી રાઈડરને એ જાણકારી મળી છે કે ક્યારે પાવર આસિસ્ટ કામ કરી રહ્યો છે. Yamaha Fascino 125 Fi Hybridના ડિસ્ક બ્રેક વેરિયન્ટમાં ગ્રાહકોને ઘણા ફીચર્સ મળશે. જેમાં એડવાન્સ એલઈડી હેડલાઈટ્સ, ડેટાઈમ રનિંગ લાઈટ અને એલઈડી ટેલલાઈટ્સ મળશે.

તે સિવાય આ સ્કુટરમાં એકડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની સાથે ઈન્ડીકેટર્સ, જે એ બતાવશે કે હાઈબ્રિડ સિસ્ટમ ક્યારે કામ કરી રહ્યું છે. યુનિફાઈડ બ્રેક સિસ્ટમ, યામાહા મોટરસાયકલ કનેક્ટ એક્સ એપ સાથે બ્લુટુથ કનેક્ટિવીટી સામેલ છે. YAmaha Motorcycle Connect X એપની મદદથી ગ્રાહક બ્લુટુથ કનેક્ટિવીટી દ્વારા પોતાના સ્કુટરના આન્સર બેક, લોકેટ માય વ્હીકલ, રાઈડિંગ હિસ્ટ્રી, પાર્કિંગ રેકોર્ડ અને હઝાર્ડ જેવા ઘણા ફીચર્સનો ફાયદો ઉઠાવી શકે છે. આ સ્કુટરના બંને મોડલ્સમાં કંપની ગ્રાહકોને ઘણા બધા કલર ઓપ્શન આપી રહી છે. તે સિવાય સ્કુટરના ડ્રમ બ્રેકવાળા મોડલમાં સાઈડ સ્ટેન્ડ કટ ઓફ એન્જિન, મલ્ટી ફંક્શન કી, 21 લિટરનું મોટું સ્ટોરેજ, ફોલ્ડેબલ હુક, મેઈન્ટેનન્સ ફ્રી બેટરી, ઓપ્શનલ યુએસબી ચાર્જર મળે છે.  

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો