ભારત સરકારને સોશિયલ મીડિયા માટે નવા કાયદો શા માટે બનાવવો પડ્યો ? UN માં શું આપ્યો જવાબ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

સંયુક્ત રાષ્ટ્રસંઘને જવાબ આપતા ભારતે જણાવ્યું કે સોશિયલ મીડિયાના ખોટો ઉપયોગ અટકાવવા તથા યુઝર્સને મજબૂત બનાવવા નવો કાયદો લાગુ પડાયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કેટલાક નિષ્ણાંતોએ ભારતના નવા આઈટી કાયદાની ટીકા કરી હતી અને ભારત પાસેથી આ સંદર્ભમાં ખુલાસો માંગ્યો હતો. જે પછી ભારત સરકારે યુએનને જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું કે સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગને કારણે સરકારને નવા આઈટી નિયમો લાગુ કરવાની ફરજ પડી છે.

ભારત સરકારે આ દલીલો આપી ભારત સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓની ભરતી, અશ્લીલ સામગ્રી, નાણાકીય ફ્રોડ, હિંસાને ઉત્તેજન આપવાની ઘણી ઘટનાઓ બની છે. તેથી અમને નવા નિયમો લાગુ પાડવાની ફરજ પડી છે. સરકારે કહ્યું કે નવા કાયદા દ્વારા યૂઝર્સને વધારે મજબૂત બનાવાયા છે તેમાં દુર્વવ્યહારનો ભોગ બનેલા લોકોને ફરિયાદ સાંભળવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સરકારે એવું પણ કહ્યું કે નવા નિયમો લાગુ પાડવાથી અભિવ્યક્તિની આઝાદીને નુકશાન પહોંચશે તેવો આરોપ ખોટો છે.

26 મેના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાંતોએ સોશિયલ મીડિયાના નવા નિયમોની ટીકા કરી હતી અને તેને આંતરાષ્ટ્રીય  માપદંડોની વિપરીત ગણાવ્યાં હતા. યુએનના રિપોર્ટમાં આ નિયમોને અભિવ્યક્તિની આઝાદી પર પાબંધી તથા માનવાધિકારોનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો