જામનગર: સાંસદ પૂનમબેન માડમના હસ્તે ટુંપણી ગામમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે દ્વારકા તાલુકાના ટુંપણી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ટુંપણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૨૧ ગામના લોકોને આરોગ્યલક્ષી કોઈ પણ તકલીફ ન પડે અને જરૃરિયાત પડે તાત્કાલીક જરૃરી સારવારના સ્થળે પહોંચી શકાય તેવી સુવિધા મળી રહે એવા હેતુથી આર.એસ.પી.એલ. ઘડી કંપનીના વેલફેર ફાઉન્ડેશન દ્વારા સી.એસ.આર. અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટુંપણીને ૬ લાખની એમ્બ્યુલન્સનું અનુદાન કરવામાં આવ્યું છે. આ તકે સંસદસભ્ય ૫ૂનમેબેને આરએસપીએલ ઘડી કંપનીનો આભાર વ્યક્ત કરતા કોરોના સામેની આ લડાઈમાં આપણે સૌએ એક થઈને લડવાનું છે અને ફરજીયાતપણે કોરોના રસી લઈને કોરોનાને હરાવવાનો છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે લોકોને રસીકરણ સંલગ્ન અફવાઓથી દૂર રહેવા અને રસીકરણ એ આપણા અને આપણા પરિવારના આરોગ્ય માટે ઉત્તમ વિકલ્પ છે તેમ જણાવી લોકોને રસીકરણ કરાવી ”જીતશે ગુજરાત, હારશે કોરોના” ના વાક્યને સાથે મળીને સાકાર અપીલ કરી હતી. આ પ્રસંગે અગ્રણી સર્વ પબુભા માણેક અને વી.ડી. મોરી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો