જામનગર (સી) ડિવિઝનના પી.એસ.આઈ. અને પી. આઈ. ને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા)  જામનગર જિલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન દ્વારા જામનગર સીટી સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.આર. ગોંડલીયા અને પી.એસ.આઈ. કે. સી. વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ સ્ટેશનમાં ચાલતી ગેરરીતિનો મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા તેઓએ આ બાબતને ગંભીરતાથી લઇ ઉપરોક્ત બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સીટી સી ડિવિઝનન પોલીસ મથકનો ચાર્જ પી.આઈ. કે.એલ. ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો