ગૃહમંત્રાલયે દેશના બધા જ રાજ્યોને આપ્યા નિર્દેશ, કહ્યું કોરોનાથી બચવા કરો આ કામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

કોરોના ન ફેલાય તે માટે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે:  છેલ્લા ઘણા દિવસથી દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને કોરોનાની બીજી લહેર ઘટતી હોય તેવું જણાઈ રહ્યું છે. એક્સપર્ટ લોકોનું કહેવું છે કે ભારતમાં ત્રીજી લહેર નહીં આવે તે વાતને ટાળી દેવી ન જોઈએ. કોરોનાના કેસ ઘટતા હવે ઘણા રાજ્યોએ લોકડાઉન હટાવી લીધું છે. પણ ઘણા રાજ્યોમાં હજી આંશિક લોકડાઉન જાહેર કરેલું છે. પણ સરકારે કહ્યું છે કે લોકોને આપેલી ઢીલના કારણે ક્યાંક આપણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ના આપીએ. ત્રીજી લહેરના તકેદારીના ભાગ રૂપે હવે કેન્દ્રએ રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે કે કોરોના ન ફેલાય તે માટે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેકસીનેશન અટેલે કે 3T અને V ફોર્મ્યુલાને લાગુ કરવાનો રહેશે: આ બાબતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના સચિવોને ચિઠ્ઠી લખી છે કે દરેક રાજ્યએ આ માટે 3T+V ફોર્મ્યુલા લાગુ કરવો પડશે. આ પત્રમાં લખ્યું છે કે લોકોને આપેલ છૂટછાટ આપતા સમયે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેકસીનેશન અટેલે કે 3T અને V ફોર્મ્યુલાને લાગુ કરવાનો રહેશે. રાજ્યોને આપેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના દરેક પ્રોટોકોલનું ધ્યાન રાખે, જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવી રાખવું, બંધ જગ્યાઓમાં વેન્ટિલેશન રાખવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, હાથ ધોવા. કારણકે ઘણી જગ્યાઓ પર છૂટછાટ મળતા લોકો હવે શાકમાર્કેટમાં અને બીજી ઘણી બધી જગ્યાઓ પર ભીડ જોવા મળી રહી છે અને કોરોનાના નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું.

કેન્દ્ર દ્વારા જાહેર કરેલ નિયમો પર યોગ્ય પગલાં લેવા: સાથે જ સરકારે કહ્યું છે કે કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય પણ કોરોના ટેસ્ટની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના ફેરફાર થવા જોઈએ નહીં. કારણકે સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે એક્ટિવ કેસની સંખ્યામાં અને વધતાં કે ઘટતા કેસોના આંકડામાં સતત નજર રાખવી પડશે. જો કોઈ પણ વિસ્તારમાં વધુ પ્રમાણમાં સંક્રમણ ફેલાતું જણાય તો કેન્દ્ર દ્વારા જાહેર કરેલ નિયમો પર યોગ્ય પગલાં લેવા પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો