શું તમે પણ Google Payથી કરો છો પેમેન્ટ તો આ સમાચાર છે તમારા માટે, હવેથી આ સુવિધા મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

Google Pay તેના પ્લેટફોર્મ પર ટોકનાઇઝેશન (Tokenisation) સુવિધા વધારી રહ્યુ છે. Google Pay કહ્યું છે કે આ માટે તેના બેંક ભાગીદારોનું નેટવર્ક વિસ્તૃત કરવામાં આવી રહ્યુ છે.આ અંતર્ગત તે SBI, Indusind Bank, Federal Bank અને HSBC ઇન્ડિયા સહિતની બેંકોના કાર્ડ્સને Google Payની ટોકનલાઈઝેશન સુવિધામાં ઉમેરી શકાય છે.

કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે કાર્ડને (Kotak Mahindra Bank), SBI કાર્ડસ અને Axis Bank સાથે કાર્ડનેટોકન તરીકે વાપરવા માટેની સુવિધા પ્રદાન કર્યા પછી, ગૂગલ પેએ હવે એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકના ડેબિટ કાર્ડ્સ ઉમેર્યા છે. અને એચ એસ બી સી ભારતના ક્રેડિટ કાર્ડને તેની સર્વિસ લિસ્ટમાં સમાવી લીધું છે. 

જાણો ટોકનલાઈઝેશન સુવિધા શું છે: ટોકનલાઈઝેશન દ્વારા, Google Pay Android વપરાશકર્તાઓ ચુકવણી કરતી વખતે તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો ફીઝીકલી રીતે શેર નહી કરવી પડે કાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબર સાથે જોડાયેલા સુરક્ષિત ડિજિટલ ટોકન દ્વારા ચુકવણી કરી શકાય છે.

આ સુવિધા નેચરફિલ્ડ કમ્યુનિકેશન્સ (NFC) -એનએબલ પીઓએસ ટર્મિનલ્સ અને ઓનલાઇન વેપારીઓ પર ટેપ ટુ પે સુવિધાનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. ગૂગલ પે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટોકનાઈઝેશન સુવિધા શરુ કરી હતી. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો