ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈએ યોજાશે બોર્ડની એક્ઝામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

કોરોનાને કારણે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. ગુજરાત બોર્ડના બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. આ વચ્ચે હવે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

કોરોનાની મહામારી ને લઇને રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી રિપીટર વિદ્યાર્થીઓ અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. રિપીટર વિદ્યાર્થીઓની પણ માંગણી હતી કે તેમને પણ માસ પ્રમોશન આપવામાં આવે પરંતુ બોર્ડ દ્વારા આ વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે. બોર્ડના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવામાં આવશે.

બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા છે. રિપીટર વિદ્યાર્થીઓ માટેનો વિગતવાર એક્ઝામનો કાર્યક્રમ બોર્ડ દ્વારા ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

બોર્ડના આ નિર્ણય સામે ઘણા વાલી મંડળો દ્વારા વિરોધ થઈ શકે છે. કારણે કે આ પહેલા રાજ્યના અલગ અલગ શહેરોમાં બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે કે કોરોના વચ્ચે બોર્ડ દ્વારા કેવી રીતે બોર્ડની એક્ઝામનું આયોજન કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો