જન્મ-મૃત્યુ નોંધણીમાં ‘આધાર’ જરૂરી નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે જન્મ અને મૃત્યુની નોંધ સમયે આધાર નંબરની જરૂરી નથી. ઉતર પ્રદેશ અને હરીયાણાએ હાલમાં જ જન્મ સર્ટીમાં આધાર-નંબર જરૂરી બનાવ્યો છે તે સંદર્ભમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોનાં ચીફ રજીસ્ટ્રારને જાણ કરવામાં આવી છે કે જન્મ અને મરણની નોંધમાં યોગ્ય તબીબી હોસ્પીટલ સર્ટીફીકેટ હોય તે આવશ્યક છે. પણ આધાર નંબર જરૂરી નથી જન્મ અને મરણ નોંધણી એકટ 1969 મુજબ જે દસ્તાવેજ આ પ્રકારની નોંધણી માટે જરૂરી છે તેમાં આધારનો ઉમેરો કરાયો નથી અને જાહેર જનતાને કોઈ પરેશાની નથી કે તે હેતુથી આધારને આવશ્યક બનાવાયા નથી. જોકે 2017 માંજ રજીસ્ટાર જનરલ ઓફ ઈન્ડીયાએ આંકડાઓમાં ચોકકસતા જળવાય તે હેતુથી જન્મમાં માતા-પિતાને મૃત્યુ સમયે જે વ્યકિતનાં આધાર નંબર જોડવા રાજયોને જણાવ્યું હતું અને મૃતકનું આધાર ન હોય તો તેના નજીકનાં સગાના આધાર આપવાનું પણ જરૂરી બનાવાયું હતું. આધાર એકટ મુજબ તે જે તે વ્યકિતની ઓળખ પ્રસ્થાપિત કરી છે પણ તે ભારતનો નાગરીક છે તેનો પુરાવો નથી. દેશમાં અત્યાર સુધી 129 કરોડ લોકોને આધાર ઈસ્યુ થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો