મોરબી: પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે

આગામી ૨૫મી જૂને કલેક્ટર કચેરીના સભા ખંડમાં બેઠકનું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-06-2021

વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ જોગવાઇ હેઠળના કામો માટેની જિલ્લા આયોજન મંડળની મોરબી જિલ્લાની બેઠક પ્રભારી મંત્રી અને ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠક આગામી તા ૨૫ જૂનના રોજ બપોરે ૩.૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર  કરવા, વિવિધ આયોજનોના કામોમાં ફેરફાર તેમજ કાર્યરત કામોની સમીક્ષા જેવા મુદ્દાઓ ચર્ચાશે. બેઠકમાં સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો