નવી ચિંતા : કોરોનાનો અલગ ‘લેમ્બડા’ વેરીએન્ટ દેખાયો

વિશ્વનાં 29 દેશોમાં કોરોના મ્યુટેશનનું નવું સ્વરૂપ મળી આવ્યું: પેરૂ, આર્જેન્ટીના સહીતનાં દક્ષિણ અમેરિકાનાં દેશમાં ફેલાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-06-2021

વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાના એક નવા વેરીએન્ટની માહીતી આપી છે જેનુ નામ ‘લેમ્બડા’ આપવામાં આવ્યું છે અને વિશ્વનાં 29 દેશોમાં આ નવો વેરીએન્ટ જોવા મળ્યો છે અને મુખ્યત્વે દક્ષિણ અમેરીકામાં વધુ જોવા મળ્યો છે. ગત ઓગસ્ટ માસમાં આ નવા વેરીએન્ટની હાજરી પ્રથમ નોંધાઈ હતી.

પેરૂમાં આ વેરીએન્ટનાં 81 ટકા કેસ નોંધાયા હતા. ઉનરાંત લેમ્બડા વેરીએન્ટ દક્ષિણ અમેરિકાનાં દેશોમાંથી જ ઉદભવ્યો હોય તેવુ માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાને ટાંકીને સમાચાર એજન્સીનાં જણાવ્યા મુજબ વિશ્વનાં 29 દેશોઅ તેની હાજરી નોંધાવી હોવાથી તેને વેરીએન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટની કક્ષા અપાઈ છે. જેનો અર્થ એ છે કે તે હવે લોકલ નવી વૈશ્વીક કક્ષાનો વેરીએન્ટ છે.

લેમ્બડા વેરીએન્ટ પેરૂ સિવાય આર્જેન્ટીના ઈકવાડોરમાં પણ દેખાયો છે જોકે હજુ તેને ગંભીર કક્ષામાં મુકાયો નથી. મ્યુટેશન થયેલા આ વાયરસ ઝડપી સંક્રમણ ધરાવતો નથી અને એન્ટીબોડીને બાયપાસ કરી શકતો નથી. અગાઉ ભારતમાં જે નવો વેરીએન્ટ નજરે ચડયો હતો તે વેરીએન્ટ ઓફ ઈન્ટે્રસ્ટ તરીકે ગણાવ્યો હતો. જેને હવે ડેલ્ટા વર્ઝન નામ અપાયું છે અને તે સૌથી વધુ સંક્રમણ શકિત ધરાવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો