ભારતીય થલસેનામાં મહિલાઓ માટે કારકિર્દી બનાવવા ઉજ્જવળ તક

૨૦ જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-06-2021 હાલના સમયમાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોની સમકક્ષ કાર્ય કરી રહી છે. એટલું જ નહી પણ સફળતા પણ સફળતા પણ મેળવી રહી છે. રાષ્ટ્રસેવા માટે તત્પર જાંબાઝ મહિલાઓ માટે આર્મી થલસેનામાં સોલ્જર જનરલ ડ્યુટી પદની ૧૦૦ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવાઇ છે. ૨૧ વર્ષની વયમર્યાદા તથા ૪૫% કે તેથી વધુ માર્ક્સ સાથે ધો.૧૦ પાસની લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તા. ૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

    આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી વિસ્તાર, મોરબીનો  સંપર્ક સાધવો અથવા રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરી રોજગાર કચેરી નો સંપર્ક કરી લશ્કરી ભરતીમેળા વિશે સંપૂર્ણ જાણકારી મોરબી જિલ્લાની રોજગાર કચેરી સાથે વાત કરી મેળવી શકાશે તેમ રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો