મોરબી જિલ્લાના વાંકાનેરના ૩૪ ગામોને સીંધાવદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પીવાનુ શુદ્ધ પાણી મળશે

રૂ. ૯ કરોડના ખર્ચે સીંધાવદર ખાતે પાણી પુરવઠા બોર્ડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

        કોરોના વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારે પાણીના પ્રોજેક્ટ સહિતના વિકાસકાર્યો અવિરત રાખી લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે આયોજન કર્યું છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે મોરબી અને રાજકોટ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડતી જુથ યોજનાઓના નવા કામોનું નિરીક્ષણ કર્યું હતું.

   મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ૩૪ ગામોને વધારે ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટે એક વધારાની વ્યવસ્થાના ભાગરૂપે નર્મદા એન.સી. ૩૪ લીંક માંથી પાણી લઈને સીંધાવદર ખાતે મોટો વોટર ટ્રીટમેન્ટ સંપ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. રૂપિયા નવ કરોડના ખર્ચે અહીં સમ્પ સહિતના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને કામ પ્રગતિમાં છે.

        મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ કામો વહેલાસર પૂર્ણ થાય અને આયોજન મુજબ સમાવેશ પામેલ આ બધા જ ગામોને લાભ મળે તે માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

        આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા બોર્ડના રાજકોટના કાર્યપાલક ઇજનેર એચ.બી. જોધાણી, વાંકાનેર નાયબ કલેકટર શેરસીયા, વાંકાનેરના ઇન્ચાર્જ મામલતદાર પટેલ તેમજ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો